Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

દેશના સૌથી મોટા ડુંગળીના માર્કેટયાર્ડ ઉપર આઇટી તૂટી પડયું

રાજકોટઃ ભારતના સૌથી મોટા કાંદાના માર્કેટિંગ યાર્ડ ગણાતા મહારાષ્ટ્રના લાસલગાંવમાં નવ વેપારીઓ પર ઇન્કમટેકસની રેડ પડતા કાંદાની લિલામી અટકી પડી હતી.  આઇ.ટી.ની રેડ પડતા હજારો કિવંટલ કાંદાની લિલામી થઇ. નહોતી જેને લીધ એક દિવસના ચાર કરોડ રૂપિયાનુ નુકશાન થયુ હતુ. મહારાષ્ટ્રમાં ઠેર-ઠેર ભારે વરસાદ પડતા કાંદાનો પાક સડી જાય તે પહેલા તેનો નિકાલ ખેડૂતો કરવા માગે છે.

 કેન્દ્ર સરકારે કાંદાના એકસપોર્ટ પર રોક લગાવતા મહારાષ્ટ્રના ખેડૂતો  કાંદા એકસપોર્ટ કરી શકતા નથી તેવામાં આઇટીની રેડને પરિણામે કાંદાની લિલામી અટકી પડતા ખેડૂતો નિરાશ થઇ ગયા હતા. ખેડૂતોનનુ કહેવું છે કે કર્ણાટક અને આંધ્ર પ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારે કાંદા એકસપોર્ટ કરવાની પરવાનગી આપી છે તેમજ મહારાષ્ટ્રના ખેડૂતોને પણ કાંદા એકસપોર્ટ કરવાની પરવાનગી આપવામાં આવે.

(11:32 am IST)