Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ભારતમાં બિન ચેપી રોગથી મૃત્યુઆંક ૨૨%થી વધીને ૫૦% એ પહોંચ્યો

૨૦૧૯માં ભારતમાં મૃત્યુના ટોચના જોખમી પરિબળોમાં હવાનું પ્રદૂષણ, હાઇ બ્લડ પ્રેશર, તમાકુનો ઉપયોગ, નબળો ખોરાક અને હાઇ બ્લડ સુગરનો સમાવેશ

નવી દિલ્હી, તા. ૧૭ : ભારતે ૧૯૯૦થી દેશના લોકોના અપેક્ષિત આયુષ્યમાં એક દાયકા કરતા વધુનો ઉમેરો કર્યો છે એમ એક અભ્યાસ જણાવે છે જેમાં વિશ્વના ૨૦૦ કરતા વધુ દેશો અને પ્રદેશોમાં મૃત્યુના ૨૮૬ કારણો અને ૩૬૯ રોગો અને ઇજાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.લાન્સેટ જર્નલમાં પ્રગટ થયેલ આ અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે ભારતમાં અપેક્ષિત આયુષ્ય (સરેરાશ વ્યકિત કેટલું જીવશે તેનો અંદાજ) ૧૯૯૦માં પ૯.૬ વર્ષ હતું તે ૨૦૧૯માં વધીને ૭૦.૮ વર્ષ થઇ ગયું હતું, જેમાં કેરળમાં ૭૭.૩ વર્ષથી માંડીને ઉત્ત્।ર પ્રદેશમાં ૬૬.૯ વર્ષ સુધી વિવિધ રાજયોમાં જુદા જુદા આંકડા છે. અલબત્ત્।, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના શ્રીનિવાસ ગોલી સહિતના સંશોધકોએ જણાવ્યું હતું કે ભારતમાં તંદુરસ્ત અપેક્ષિત જીવન એટલું વધ્યું નથી જેટલું અપેક્ષિત આયુષ્ય વધ્યું છે, જેમાં લોકો બિમારી અને પંગુતા સાથે વધુ વર્ષ જીવી રહ્યા છે.

વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમના જણાવ્યા પ્રમાણે હાલમાં ક્રોનિક રોગોની વૈશ્વિક સમસ્યા અને જેને સારી રીતે અટકાવી શકાય તેવા પરિબળો જેવા કે હાઇ બ્લડ પ્રેશર, તમાકુનો ઉપયોગ અને હવાના પ્રદુષણ વગેરેને નાથવામાં જાહેર આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતાને કારણે લોકો આરોગ્યની કટોકટી જેવી કે કોવિડ-૧૯નું વધુ જોખમ ધરાવતા થયા છે.

ભારત સહિતના લગભગ તમામ દેશોમાં આપણે જોઇએ છીએ કે ચેપી રોગોના પ્રમાણમાં દ્યટાડો થયો છે અને શરીરમાં જડ દ્યાલી જતા રોગોના પ્રમાણમાં વધુ વધારો થયો છે એમ આ અભ્યાસના સહ-લેખક અલી મોકદાદે જણાવ્યું હતું જેઓ અમેરિકાની યુનિવર્સિટી ઓફ વાઙ્ખશિંગ્ટનમાં પ્રોફેસર છે. ભારતમાં માતાઓનો મૃત્યુદર દ્યણો ઉંચો રહેતો આવ્યો હતો, પણ હવે તે નીચો આવ્યો છે. કાર્ડીયોવસ્કયુલર રોગો પાંચમા ક્રમે રહેતા હતા તે હવે પહેલા ક્રમે છે, અને કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.સંશોધકોએ ભારતનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે આ દેશમાં કુલ રોગોના ભારણમાં બિન-ચેપી રોગોનું પ્રમાણ હાલમાં પ૮ ટકા છે જે ૧૯૯૦માં ૨૯ ટકા હતું, જયારે આવા રોગોથી કસમયે થતા મૃત્યુનું પ્રમાણ તો આ સમયગાળામાં બમણા કરતા વધીને ૨૨થી પ૦ ટકા થઇ ગયું છે.અભ્યાસમાં જણાયું છે કે ભારતમાં છેલ્લા ૩૦ વર્ષમાં આરોગ્ય બગાડવામાં સૌથી મોટો ફાળો બિન ચેપી રોગો જેવા કે હ્રદયરોગ, ડાયાબિટીશ, સ્ટ્રોક, સ્નાયુની તકલીફોને લગતા રોગોનો છે. સંશોધકો નોંધે છે કે ૨૦૧૯માં ભારતમાં મૃત્યુ માટેના ટોચના જોખમી પરિબળો હવાનું પ્રદૂષણ, હાઇ બ્લડ પ્રેશર, તમાકુનો ઉપયોગ, નબળો ખોરાક અને હાઇ બ્લડ સુગર હતા.

(2:50 pm IST)