Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

શહેરમાં આજે બપોરે ૨૭ કેસ

કુલ કેસનો આંક ૭૬૭૭એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં કુલ ૬૬૯૨ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૮૭.૨૧ ટકા એ પહોંચ્યો : નવા ૯ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર : ૪૦ હજાર ઘરોનાં સર્વેમાં માત્ર ૯ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

રાજકોટ,તા.૧૭: શહેરમાં આજે  બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૨૭ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૭ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૭૬૭૭  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૬૬૭૨ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૭.૨૧ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૯૬૮  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૯૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૯૬  ટકા થયો  હતો. જયારે ૯૪  દર્દીઓને સાજા થયા હતા. છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચથી આજ દિન સુધીમાં ૨,૯૪,૪૭૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૭૬૭૭ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૫૯  ટકા થયો છે.

નવા ૯ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇમાલની સ્થિતિએ અંબિકા ટાઉનશીપ, ફાયર બ્રિગેડની સામે-નિર્મલા રોડ, વિજયનગર- નવા થોરાળા, શ્રી કોલોની પંચવટી મેઇન રોડ, નવલનગર, સ્વપ્નસિધ્ધિ પાર્ક, એરપોર્ટ રોડ, જીવન નગર - રૈયા રોડ, જયરાજ પ્લોટ - કેનાલ રોડ, ચંપક નગર - પેડક રોડ સહિતના નવા ૯ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૬૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

૪૦ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૯ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૪૦,૦૧૬  ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૯ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે રેલનગર, સુભાષનગર, રાધામીરા, તિરૂપતિ પાર્ક, અક્ષરપાર્ક, રામનગર, ઉદ્યોગનગર, ન્યુ કેદારનાથ   સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૮૯૮ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:30 pm IST)