Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

નવરાત્રીમાં અખંડ દિપ જયોતનુ મહત્વઃ અંધારામાં ઉજાશ ફેલાય છે તેમ માતાજી સમક્ષ પ્રગટાવવામાં આવતો દિપક કરે છે. જીવનના અંધકારને દુર

મુંબઇઃ હિન્દુ ધર્મમાં નવરાત્રીનું અનેરૂ મહત્વ હોય છે. તમામ નવ દિવસો સુધી માતાની પુજાની સાથે સાથે અખંડ જયોત પણ પેટવવામાં આવે છે અખંડ જ્યોત જે દિવસ-રાત સળગતી રહ છે તેને ભકતની આસ્થા સાથે જોડીને જોવામાં આવે છે.

માન્યતા છે કે, અખંડ જ્યોત પેટવવાથી ઘરમાં સુખ-સમૃધ્ધિનો વાસ રહે છે. અખંડ જ્યોતમાં એક એવી પોઝીટીવ એનર્જિ હોય છે, જે શત્રુઓની ખરાબ નજરથી તમારી રક્ષા કરે છેજેમ અંધકારા ઘરમાં દીપક પ્રગટે છે, તેમ જ અહી માતાના નામનો દીપક આપણા જીવનને અંધકારથી દુર કરે છે.

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, દીપક એટલે કે અગ્નિ સામે જો કોઇ પ્રકારનું જપ કરવામાં આવે તો તેનું ફળ હજાર ગણ વધી જાય છે જો તમે ઘીની જ્યોત પ્રગટાવી રહ્યા છો, તો તેને હંમેશા જમણી બાજુ રાખવી જોઇએ. જો તમે તેલની જ્યોત પ્રગટાવી રહ્યા છો તો તેને દેવીના ડાબી બાજુ રાખવી જોઇએ. ધ્યાન રાખો કે, જ્યોત કયારેય શાંત થવી જ જોઇએ. સમય સમય પર તેનું ધ્યાન રાખવું જોઇએ અને તેમાં પૂરતા માત્રામાં તેલ અને ઘી હોવ જોઇએ.

. જો તમે ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવો છો તો સૌથી પહેલા રોજ તે સ્થાને સાફ કરો.

. પુજાના સ્થાનને પર ભુલીને પણ આખા ઘરમાં ઉપયોગ થનારૃં પોતુ ન લગાવો.

. ઘર ખાલી કે સુનુ ન છોડી.

. એકવારમાં જ લાંબી દિવેટ બનાવો જેથી વારંવાર બદલાવની જરૂર ન પડે.

. કયારેય પણ એક દીવાથી બીજો દીવો ન પેટવો.

. ઘી કે દીવો પેટાવવાથી ઘરમા સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.

. વિદ્યાર્થીઓ માટે ઘીનો દીવો પેટવવો શુભ હોય છે.

. શનિના કુપ્રભાવથી મુકિત માટે તલના તેલની અખંડ જ્યોત શુભ માનવામાં આવે છે. 

. કપુર નાંખીને દીધો પેટવવાથી શ્વાસની તકલીફ દુર થાય છે

. કપુરનો દીવો નર્વસ સિસ્ટમ માટે પણ લાભ દાયક છે.

(5:41 pm IST)