Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

રાહુલ ગાંધી પાકિસ્તાનમાં ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહ્યા છે : ભાજપ

પાકિસ્તાનફેસ્ટમાં થરૂરના નિવેદન પર બબાલ : શશિથરૂર તબલિગી જમાતને લઈને સરકાર ઉપર કટ્ટરતા અને પક્ષપાત કરવાની વાત પાકિસ્તાનમાં જઈને બોલી રહ્યા હતા

નવી દિલ્હી,તા.૧૮ : કોંગ્રેસ નેતા શશિ થરૂરે પાકિસ્તાન મંચ પર આપેલા વિવાદિત નિવેદન બાદ ભાજપ આક્રમક થઈ ગયું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ કે શશિ થરૂરે લાહોર લિટ ફેસ્ટમાં જે બોલ્યુ, તે બધાએ સાંભળવ્યુ, પરંતુ તેના પર વિશ્વાસ થઈ રહ્યો નથી રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં સંબિત પાત્રાએ કહ્યુ કે, કોંગ્રેસે ભાજપની મજાક બનાવી અને ખરાબ નજરથી દેખાડવાનો પ્રયાસ કર્યો છે. શશિ થરૂર તબલિગી જમાતને લઈને સરકાર પર કટ્ટરતા અને પક્ષપાત કરવાની વાત પાકિસ્તાનમાં જઈને બોલી રહ્યા હતા. શું સોનિયા, રાહુલ પ્રિયંકાએ ક્યારેય પાકિસ્તાનના પોતાના અલ્પસંખ્યકો પર કંઈ બોલ્યુ? શું કોંગ્રેસ પાકિસ્તાનમાં ચૂંટણી લડવા ઈચ્છે છે? ભાજપના નેતાએ કહ્યુ કે, શશિ થરૂર શું ઈચ્છે છે કે પાકિસ્તાન હવે રાહુલ ગાંધીને ક્રેડિટ આપે? કટાક્ષ ભર્યા શબ્દોમાં પાત્રાએ કહ્યુ કે, થરૂર ચિંતા ન કરે, રાહુલ ગાંધી આમ પણ પાકિસ્તાન અને ચીનમાં હીરો બની ચુક્યા છે.  સંબિત પાત્રાએ કહ્યુ કે, કોવિડને લઈને વિશ્વ જોઈ રહ્યું છે કે હિન્દુસ્તાનને પીએમ મોદીએ કઈ રીતે સુરક્ષિત રાખ્યુ, સમયથી લૉકડાઉન થયું, ક્યા પ્રકારે ૮૦ કરોડ લોકોને ભોજન સામગ્રી પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું અને આગળ પણ છઠ્ઠ પૂજા સુધી ચાલતું રહેશે. તો થરૂર કહે છે કે રાજકીય દ્રષ્ટિકોણથી જે રીતે કોવિડને લઈને આઘાત હોવો જોઈએ, તે થઈ રહ્યો નથી. આ ક્યા પ્રકારની મનોસ્થિતિ છે? સંબિત પાત્રાએ કહ્યુ કે, નોર્થ ઈસ્ટને લઈને તે કહેવું કે ત્યાંની સ્થિતિ સારી નથી. તે શું છે? હિન્દુસ્તાનના મુસલમાનો વિરુદ્ધ સરકાર કટ્ટરતા અને પક્ષપાત દેખાડી રહી છે. આ રાહુલ ગાંધીના દોસ્ત શશિ થરૂરે કઈ રીતે કહ્યું? ખાસ કરીને ત્યારે જ્યારે પાકિસ્તાનમાં હિન્દુ અને શીખોની સાથે શું થઈ રહ્યું છે, તે બધા જોઈ રહ્યાં છે.

(7:25 pm IST)
  • જીએસએફસીના બોર્ડ ઉપર ડાયરેકટર તરીકે અંકિતા ક્રિશ્ચયનની નિમણુંક : અમદાવાદઃ ગુજરાત સરકારના નાણાં ખાતાના ફાઇનાન્સીયલ એડવાઇઝર (આઇએન્ડએમડી) તરીકે સેવા આપી રહેલા સુશ્રી અંકિતા આર ક્રિશ્ચિયનની ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ફાયનાન્સીયલ કોર્પોરેશનના (જીએસએફસી)ના બોર્ડ ઉપર ડાયરેકટર તરીકે શ્રી કમલેશ પટેલના સ્થાને નિમણુંક કરવામાં આવી છે. access_time 2:47 pm IST

  • નરેન્દ્રભાઇની બિહાર રેલીઓમાં જંગી મેદની થશે : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બિહારની ચૂંટણીઓ માટે ૧૨ જંગી રેલીઓને સંબોધવાના છે. બિહાર ભાજપે આ રેલીઓ માટે ત્રણ મોટા જંગી મેદાનો અલગ તારવ્યા છે. એવી ધારણા છે કે પ્રત્યેક રેલીમાં એકાદ લાખ લોકોથી પણ વધુ જન સંખ્યા ઉમટી પડશે. (ન્યુઝ ફર્સ્ટ) access_time 2:47 pm IST

  • અબડાસા પેટા ચૂંટણી ફોર્મ ચકાસણીનું કાર્ય પૂર્ણ.:32 ફોર્મ માંથી 7 ફોર્મ રદ્દ થયા:ઉમેદવારોના 25 ફોર્મ માન્ય :હાલ સુધીના ચિત્ર પ્રમાણે 19 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણીનો જંગ: હજી ઉમેદવારી પત્ર પાછા ખેંચનાવાનું બાકી... access_time 6:15 pm IST