Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

પગાર પુરો થતો નથી ?બ્રિટનના વડાપ્રધાન રાજીનામુ દેવા વિચારે છે

વાર્ષિક પગાર ૧.૪૩ કરોડ છેઃ પરિવારનો ખર્ચો નીકળતો નથી

લંડન તા. ર૧ : શું તમે કદી સાંભળ્યું છે કે કોઇ વડાપ્રધાન કહે છે કે પગાર પુરો થતો નથી. પગાર પુરો નહિ થતા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન રાજીનામુ આપવા વિચાર કરી રહ્યા છે. તેમનો વાર્ષિક પગાર ૧.૪૩ કરોડ છે.

આ પગારમાં તેમણે તેમના ૬ બાળકો અને પૂર્વ પત્ની મરીનાને મોટી રકમ દેવી પડે છે.

બ્રિટીશ મીડીયામાં હાલ તેમના પગારની જબરી ચર્ચા છે. બોરીસ કહે છે. કે પદ પરથી દૂર થયા બાદ તેઓ કોલમ લખીને બમણી કમાણી કરી શકે છે.

બોરીસ જોન્સનને રાજીનામાનો વિચાર આવતા જ નવા પીએમની પણ ચર્ચા થવા લાગી છે.

અત્રે એ નોંધનીય છે કે બોરીસને ૬ બાળકો છે જે પૈકી કેટલાક યુવા છે જેમને ઘણી રકમ દેવી પડે છે. એટલું જ નહિ ખાધાખોરાકી પણ ચુકવવી પડે છે.

(12:51 pm IST)