Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

લક્ષ્મી મિત્તલના ભાઈથી લક્ષ્મીજી નારાજઃ પ્રમોદ મિત્તલ પર ૨૪ હજાર કરોડનું દેવું

તેમણે કહ્યું- દિલ્હીમાં પ્લોટ સિવાય મારા પાસે કશું નથીઃ પુત્રીના લગ્નમાં ૫૦૦ કરોડ ખર્ચેલા

નવી દિલ્હી, તા.૨૧: એક સમયે પુત્રીનાં લગ્નમાં રૂ. ૫૦૦ કરોડનો ખર્ચ કરીને હેડલાઈનોમાં ચમકનારા સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલના નાનાભાઈ પ્રમોદ મિત્તલ બ્રિટનના સૌથી મોટા દેવાળિયા જાહેર થઈ શકે છે. ૬૪ વર્ષીય પ્રમોદ મિત્તલનું કહેવું છે કે મારા પર અત્યારે રૂ. ૨૩,૭૫૦ કરોડનું દેવું છે. મેં મારી સંપત્તિ એક સોદામાં ગુમાવી દીધી છે. હવે મારી પાસે આવકનું પણ કોઈ સાધન નથી. સિવાય કે દિલ્હીમાં મારો એક પ્લોટ છે, જેની કિંમત ફકત ૪૫ પાઉન્ડ (આશરે રૂ. ૪૩૦૦) છે. મારી પાસે કુલ રૂ. દોઢ કરોડ જમા રહી ગયા છે. મારી કોઈ નિયમિત આવક નથી. મારી પત્ની પણ મારા પર નિર્ભર નથી. હકીકત એ છે કે, મારી સામે હવે જીવન ગુજારવાનું સંકટ છે કારણ કે, મારો દર મહિનાનો ખર્ચ રૂ. બે લાખ છે.

હકીકતમાં પ્રમોદ મિત્ત્।લની સંપત્ત્િ।નો વિવાદ ૧૪ વર્ષ જૂનો છે. તેઓ અનેક પ્રકારની લોનની અવેજમાં ગેરંટર હતા, પરંતુ છેતરપિંડીના કેસમાં ફસાયા પછી તેઓ દેવું ભરી ના શકયા. ત્યારે મોટા ભાઈ લક્ષ્મી મિત્ત્।લે તેમને બે વાર જામીન આપીને કાયદેસરની કાર્યવાહીમાંથી બચાવ્યા હતા. તેમના પર બ્રિટન સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશનના રૂ. ૨,૨૧૦ કરોડનું દેવું હતું. ૨૦૧૯જ્રાક્નત્ન પણ છેતરપિંડીના આરોપમાં તેમની બોસ્નિયામાં પણ ધરપકડ કરાઈ હતી.

આ કેસ કોલસા પ્લાન્ટ જીઆઈકેઆઈએલ સંબંધિત છેતરપિંડીના મામલા સાથે સંકળાયેલો છે. તેઓ એક હજાર કર્મચારીઓ ધરાવતી ફર્મ ૨૦૦૩થી ચલાવતા હતા. તેઓ જીઆઈકેઆઈએલના સુપરવાઈઝરી બોર્ડના વડા હતા. આ પ્લાન્ટના ખાતામાંથી આશરે રૂ.૮૪ કરોડના શંકાસ્પદ ટ્રાન્સફર અંગે પૂછપરછ કરવા પણ તેમની અટકાયત કરાઈ હતી. આ રકમ ૨૦૦૬થી ૨૦૧૫ વચ્ચે ટ્રાન્સફર કરાઈ હતી. આ પ્લાન્ટમાં એક સ્થાનિક પબ્લિક કંપનીની પણ માલિકી છે. ગયા વર્ષે તેમને રૂ.૯૨ કરોડની જામીન પર મુકત કરાયા હતા. ત્યારે મીડિયામાં એવા અહેવાલ હતા કે, બંને ભાઈ વચ્ચે સંપત્તિનો વિવાદ થયો છે.

દુનિયાની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલર મિત્તલનો લકઝમબર્ગમાં રૂ. ૮૪,૬૦૦ કરોડનો વેપાર છે, જેમાં પ્રમોદ મિત્તલનો હિસ્સો રૂ. ૨૮,૨૦૦ કરોડ છે. બ્રિટનમાં હાલમાં જ જારી ટાઈમ રિચ લિસ્ટ પ્રમાણે, કિવન્સ પાર્ક રેન્જર્સ ફૂટબોલ કલબમાં તેમનો ૨૦% હિસ્સો છે અને તેનું મૂલ્ય રૂ. ૫૦ હજાર કરોડ છે. મોટા ભાઈ લક્ષ્મી મિત્ત્।લ બ્રિટનની સૌથી ધનવાન ૧૯ વ્યકિતમાંના એક છે. તેઓ બ્રિટનના પોશ વિસ્તાર મેફેયરમાં રૂ.૨૦૦૦ કરોડની હવેલીના માલિક છે.

(3:14 pm IST)