Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

દેશમાં કુલ કેસ ૭૭,૦૬,૯૪૬

૨૪ કલાકમાં ૫૫૮૩૯ કેસઃ ૭૦૨ના મોત

કુલ રીકવરી ૬૮,૭૪,૫૧૮: કુલ મૃત્યુ ૧,૧૬,૬૧૬

નવી દિલ્હી, તા.૨૨: દેશમાં ભલે એવો દાવો કરવામાં આવી રહ્યો હોય કે કોરોનાનો પીક ટાઇમ પૂરો થઈ ગયો છે પરંતુ હકીકત એ છે કે સંક્રમણ પર પૂરી રીતે કાબૂ મેળવવામાં લાંબો સમય લાગશે. ૨૪ કલાકમાં નોંધાતા કેસોની સંખ્યા પણ ૫૦ હજારથી વધુ નોંધાઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૫૫,૮૩૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૭૦૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૭૭,૦૬,૯૪૬ થઈ ગઈ છે.

 આ ઉપરાંત, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૬૮ લાખ ૭૪ હજાર ૫૧૮ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૭,૧૫,૮૧૨ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૬,૬૧૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.  નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૧ ઓકટોબર સુધીમાં ભારતમાં કુલ ૯,૮૬,૭૦,૩૬૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના ૨૪ કલાકમાં ૧૪,૬૯,૯૮૪ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 ગુજરાતમાં ૨૧જ્રાક આઙ્ખકટોબરે કોરોના વાયરસના ૧૧૩૭ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જયારે ૧૧૮૦ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજયના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૯ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજયમાં પોઝિટિવ કેસનો ૧૬૨૯૮૫ આંકડો ને એ પહોંચી ગયો છે.

(11:23 am IST)