Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ગુપકાર ઘોષણા વિરૂધ્‍ધ અલગ જમ્‍મુ રાજયની માંગણીને હવે ભાજપ સમર્થન આપી રહી છે

વર્ષ ર૦૧૪માં અલગ જમ્‍મુ રાજયની માંગણી છોડીને વિધાનસભાની રપ સીટો પર વિજય મેળવ્‍યો હતો

જમ્‍મુઃ કાશ્‍મીર કેન્‍દ્રીય રાજનીતીક દળોની ગુપકાર ઘોષણાથી પ્રદેશ ભાજપ એટલું બધુ ડરી ગયુ છે કે તે આ પરથી સ્‍પષ્‍ટ જણાય છે, તેથી જ તેણે અંદરખાને જમ્‍મુ સંભાગના તે રાજનીતિક અને સામાજિક સંગઠનોનું સમર્થન કરવાનો પ્રારંભ કરી દીધો છે. જે જમ્‍મુને કાશ્‍મીરથી અલગ કરી એક નવા રાજયના સ્‍તરે જોવા માંગે છે.

અગાઉ પણ વર્ષો પહેલા જમ્‍મુવાસીઓનું સમર્થન મેળવવા માટે ભાજપ રમત રમી હતી ત્‍યારે તેને જમ્‍મુના મુહિમ સિવાય ર૦૧૪ના વર્ષમાં વિધાનસભા ચુંટણીમાં રપ સીટો જીતી લીધી હતી અને ત્‍યાર પછી જમ્‍મુના મતદારોને આપેલ વચન ભુલી ગયેલ.

હવે ફરીથી કાશ્‍મીરના નેતાઓ અને રાજકીય પક્ષો ગુપકાર ઘોષણા હેઠળ ફરીથી એકમંચ પર આવી રહ્યા છે અને જમ્‍મુ વિસ્‍તારમાં પણ તેના સમર્થનમાં અવાજ ઉઠી રહ્યો છે.

(10:55 pm IST)