Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

સીએએથી નાગરીકતા આપવી મોદીની ગેરન્‍ટીઃ કોંગ્રેસ અહીત કરે છેઃ અમિતભાઇ

કોંગ્રેસ નેતા ચિદંબરમના નિવેદન પર ગૃહમંત્રી શાહનો પલટવાર

નવી દિલ્‍હી, તા.,૨૩:લોકસભા ચૂંટણીમાં વિપક્ષ નાગરિકતા સંશોધન કાયદાના મુદ્દે ભાજપને દ્યેરી રહ્યું છે. બીજી તરફ સત્તાધારી પક્ષના નેતાઓ પણ વિપક્ષી નેતાઓના નિવેદનો પર પલટવાર કરી રહ્યા છે

દરમિયાન અમિતભાઈ શાહે આરોપ લગાવ્‍યો છે કે કોંગ્રેસ પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે હિન્‍દુ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્‍તી, શીખ અને પારસી સમુદાયોને નુકસાન પહોંચાડવા તત્‍પર છે. CAA ને રદ્દ કરવા અંગેના ચિદમ્‍બરમના નિવેદન પર કટાક્ષ કરતા શાહે  કહયું કે કાયદો બદલવા માટે સરકારમાં કોઈને આવવું પડશે અને કોંગ્રેસ માટે મુખ્‍ય વિપક્ષી પાર્ટી બને તેવું પણ શક્‍ય નથી લાગતું.

અમિતભાઈએ વધુમાં કહયું કે, કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિથી આંધળી થઈ ગઈ છે અને પ્રથમ તબક્કામાં તેની કારમી હાર જોઈને વ્‍યથિત થઈ ગઈ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે અલગ-અલગ સમુદાયના લોકોને નુકસાન પહોંચાડવા તત્‍પર છે. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું કે પાકિસ્‍તાન, અફદ્યાનિસ્‍તાન અને બાંગ્‍લાદેશથી ભારત આવેલા લદ્યુમતી સમુદાયના તમામ લોકોને CAA દ્વારા નાગરિકતા મળશે. શાહે કહ્યું કે આ પીએમ મોદીની ગેરંટી છે અને તેને કોઈ રોકી શકશે નહીં. તેમણે આરોપ લગાવ્‍યો કે કોંગ્રેસને હિંદુ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્‍તી, શીખ અને પારસીઓને નાગરિકતા મળવાની સમસ્‍યા છે

આ લોકસભા ચૂંટણીમાં મતદારો કોંગ્રેસને 2019 અને 2014 ની ચૂંટણી કરતાં પણ મોટો પાઠ ભણાવશે. આ સાથે તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ માટે આ વખતે મુખ્‍ય વિરોધ પક્ષ બનવું મુશ્‍કેલ છે. શાહે કહયું કે કોઈપણ પક્ષને મુખ્‍ય વિરોધ પક્ષ બનવા માટે 543 લોકસભા બેઠકોમાંથી ઓછામાં ઓછી 10 ટકા બેઠકો જીતવી જરૂરી છે અને કોંગ્રેસ છેલ્લી બે ચૂંટણીમાં આ આંકડાને પાર કરી શકી નથી.

અમિતભાઈએ દાવો કર્યો હતો કે ભારતે પોતાને કોંગ્રેસના ચુંગલમાંથી મુક્‍ત કર્યુ છે. તેમણે કહયું કે પીએમ મોદીએ અંગ્રેજોના જમાનાના અપરાધીક કાયદાને બદલી નાખ્‍યા છે. જયારે કોંગ્રેસ તેને બદલવાની વાત કરે છે.

(2:47 pm IST)