Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

હનુમાન જયંતિના અવસરે પ્રશાંત વર્માએ 'જય હનુમાન'નું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું

દર્શકો IMAX 3Dમાં 'જય હનુમાન'નો આનંદ માણી શકશે: 'હનુમાન'ની સિક્વલ 'જય હનુમાન' આવતા વર્ષે 12 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

મુંબઈ : પ્રશાંત વર્મા દ્વારા નિર્દેશિત 'હનુમાન' સુપરહીરો આધારિત ફિલ્મ હતી, જેમાં અદભૂત VFXનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે. 'હનુમાન'ની સફળતા બાદ સિક્વલ 'જય હનુમાન'ની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે આ ફિલ્મનું પહેલું પોસ્ટર પણ સામે આવ્યું છે.

આજે હનુમાન જયંતિ છે. આ ખાસ અવસર પર ડાયરેક્ટર પ્રશાંતે 'જય હનુમાન'નું પહેલું પોસ્ટર શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. દર્શકો IMAX 3Dમાં 'જય હનુમાન'નો આનંદ માણી શકશે. સોશિયલ મીડિયા પર રિલીઝ થયેલા પોસ્ટરમાં સિક્વલનો અદભૂત નજારો જોવા મળ્યો.


પ્રશાંત વર્માએ ઈન્સ્ટાગ્રામ પર 'જય હનુમાન'નું પોસ્ટર શેર કર્યું છે. આ સાથે, તેણે કેપ્શનમાં લખ્યું, "હનુમાન જયંતિના અવસર પર, આપણે બધી પ્રતિકૂળતાઓ સામે ઉભા થઈએ અને વિજયી બનીએ. IMAX 3Dમાં ભગવાન હનુમાનજીના મહાકાવ્ય લડાઈના પ્રતીકનો અનુભવ કરો."

 

પોસ્ટરમાં હનુમાનજી એક ખતરનાક પક્ષીની સામે મક્કમતાથી ઉભા છે, જે તેમની સામે આગનો વરસાદ કરી રહ્યો છે. આ પોસ્ટર VFX દ્વારા બનાવવામાં આવ્યું છે. લોકો આ પોસ્ટરને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે.

'હનુમાન'ની સિક્વલ 'જય હનુમાન' આવતા વર્ષે 12 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેજા સજ્જા આ ફિલ્મમાં સુપરહીરો તરીકે જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન પ્રશાંત વર્મા કરી રહ્યા છે.

 

(10:44 pm IST)