Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ફાઇવ-જી નીલામીમાં ગડબડ?

સંજયસિંહના કેન્‍દ્ર સરકાર પર આકરા આક્ષેપ

નવી દિલ્‍હી તા. ર૪: આમ આદમી પાર્ટી (આપ) ના રાજયસભા સાંસદ સંજયસિંહે હવે ફાઇવ-જી સ્‍પેકટ્રમ ગોટાળાના નામે ભાજપા સરકારને કઠેડામાં મુકી છે.

તેમનું કહેવું છે કે ર૦૧રમાં રજી આવંટન દરમ્‍યાન ભાજપાએ જ પહેલા આવો, પહેલા મેળવો નીતિનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ આ નીતિના બદલે સ્‍પેકટ્રમની નીલામીનો હુકમ કર્યો હતો પણ આજે ભાજપાની કેન્‍દ્ર સરકાર પોતાની જ વિચારધારાથી પાછળ હટી ગઇ છે.

આપ મુખ્‍યાલયમાં પ્રેસ કોન્‍ફરન્‍સ કરીને તેમણે આક્ષેપ કર્યો કે પહેલા તો કેન્‍દ્રએ ૧પ૦ સાંસદોને સસ્‍પેન્‍ડ કરીને સંસદમાં પહેલા આવો પહેલા મેળવોની નીતિ પસાર કરાવી લીધી અને હવે સુપ્રીમ કોર્ટમાં પણ તેને મંજૂર કરાવવામાં લાગી ગયા છે.

વડાપ્રધાન ફકત પોતાના કેટલાક મિત્રોને લાભ અપાવવા માટે જ આવું કરી રહ્યા છે પણ આપ દેશની જનતાને મુર્ખ નહીં બનવા દે અને ભાજપાના મનસૂબા સફળ નહીં થવા દે.તેમણે કહ્યું, ‘‘ભાજપાની કેન્‍દ્ર સરકાર અને વડા પ્રધાને પોતાના મિત્રોમાં દેશના ૧પ લાખ કરોડ રૂપિયા વહેંચી દીધા. સાડા ત્રણ લાખ કરોડ માફ કરી દીધા. બધું જ પોતાના એક મિત્રને સોંપી દીધું. પહેલા અન્‍યોના કૌભાંડો ગણાવતા હતા અને હવે પોતાના કૌભાંડોની યાદી લાંબી કરતા જાય છે.''

(3:04 pm IST)