Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

યાત્રા ઉપર નિકળો ત્‍યારે બ્‍લોગ-બ્‍લોગ પાસેથી વ્‍યવહારીક સલાહ લેવાનું ભુલતા નહિ

નવી દિલ્‍હી, તા., ર૪: જો તમે પહેલી વખત યાત્રા ઉપર એકલા નિકળી રહયા છો તો જે જગ્‍યાએ જવાનો છો તે જગ્‍યાથી જોડાયેલી તમામ જાણકારીઓ પહેલા જ મેળવી લ્‍યો. ઘણા બધા લોકો બ્‍લોગ અને બ્‍લોગમાં યાત્રા સાથે જોડાયેલી વાતો શેર કરે છે. આ માધ્‍યમ માત્ર મુસાફરી માટે  ઉત્‍સાહીત કરે છે એટલું  જ નહિ પરંતુ વ્‍યવહારીક સલાહ પણ આપે છે.  તમને જે જગ્‍યાએ જઇ રહયા છો ત્‍યાં કયાં કયાં સામાનની જરૂર પડશે તે જાણવા મળશે. આવી રીતે તમને પોતાની ટ્રાવેલ બેગ પેક કરવામાં સરળતા રહેશે.

ફરવા જવા નક્કી કરેલા સ્‍થળ ઉપર કેવી રીતે પહોંચવુ, તેના માટે પણ ટ્રાવેલ બ્‍લોગ અને બ્‍લોગથી પુરેપુરી જાણકારી મળશે. ઘણી વખત ડેસ્‍ટીનેશન સુધી પહોંચવા માટે પરિવહનની યોગ્‍ય વ્‍યવસ્‍થા નથી હોતી જેને લઇને વધારે ખર્ચ થતો હોય છે.

કયાં રોકાવુ , કયાં જમવુ અને આ બધુ વ્‍યાજબી કિંમતે કયાં મળશે તેની પણ પુરી જાણકારી તમને બ્‍લોગ અને બ્‍લોગથી મળશે. કેટલીક જગ્‍યાએ હોમ સ્‍ટની વ્‍યવસ્‍થા સારી હોય છે. જો પહેલેથી તમને તેની જાણકારી હશે તો હોટલનો ખર્ચો બચી જશે.તમે જયાં જવાનું પ્‍લાનીંગ કરી રહયા છો તે સ્‍થળ વિષે જો બ્‍લોગ બ્‍લોગમાં પુરી જાણકારી ન મળે તો કોઇ બ્‍લોગ અને બ્‍લોગના કોમેન્‍ટ બોકસમાં પોતાના ટ્રાવેલ ડેસ્‍ટીનેશન વિષે જાણકારી મેળવી શકો છો.

(3:26 pm IST)