Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

બીજા તબક્કા માટે સાંજથી પ્રચાર પડઘમ બંધ : 88 બેઠકો પર 26મીએ ઠસેહ મતદાન: ક્યાં રાજ્યની કઈ સીટ પર થશે વોટીંગ?

ત્રિપુરા, જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ,આસામ , બિહાર, છત્તિસગઢ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ,સહિતના 13 રાજ્યોમાં 88 બેઠક પર મતદાન

લોકસભા ચૂંટણી 2024 માટે બીજા તબક્કાના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે સાંજથી બંધ થઈ જશે. આ પછી 26 એપ્રિલે 13 રાજ્યોની 88 લોકસભા સીટો પર મતદાન થશે. આ બેઠકોના પરિણામ પણ 4 જૂને એક સાથે જાહેર કરવામાં આવશે. મતદાન શાંતિપૂર્ણ અને ન્યાયી રીતે થાય તે માટે ચૂંટણી પંચે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.

 બીજી તરફ ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ વીતી ગયા બાદ કુલ ઉમેદવારોનું ચિત્ર પણ સ્પષ્ટ થયું છે. ત્રીજા તબક્કા હેઠળ, 7 મેના રોજ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 95 બેઠકો માટે મતદાન થશે

   ત્રીજા તબક્કામાં આ 95 બેઠકો માટે કુલ 1351 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ત્રીજા તબક્કાના મતદાન માટે કુલ 2963 નોમિનેશન ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હતા. તેમની તપાસ બાદ માત્ર 1563 ઓર્મ્સ સાચા હોવાનું જણાયું હતું. જેમાંથી 212એ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા, ત્યારબાદ 1351 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

   બીજા તબક્કામાં કયા રાજ્યની કઈ બેઠકો પર મતદાન

 ત્રિપુરા: ત્રિપુરા પૂર્વ

જમ્મુ અને કાશ્મીર: જમ્મુ લોકસભા

પશ્ચિમ બંગાળ: દાર્જિલિંગ, રાયગંજ અને બાલુરઘાટ

આસામ: દારંગ-ઉદલગુરી, દિફૂ, કરીમગંજ, સિલચર અને નાગાંવ

બિહાર: કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, ભાગલપુર અને બાંકા

છત્તીસગઢ: રાજનાંદગાંવ, મહાસમુંદ અને કાંકેર

મધ્ય પ્રદેશ: ટીકમગઢ, દમોહ, ખજુરાહો, સતના, રીવા અને હોશંગાબાદ

મહારાષ્ટ્ર: બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાલ-વાશિમ, હિંગોલી, નાંદેડ અને પરભણી.

ઉત્તર પ્રદેશ: અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ અને મથુરા.

રાજસ્થાન: ટોંક-સવાઈ માધોપુર, અજમેર, પાલી, જોધપુર, બાડમેર, જાલોર, ઉદયપુર, બાંસવાડા, ચિત્તોડગઢ, રાજસમંદ, ભીલવાડા, કોટા અને ઝાલાવાડ-બારા.

 કર્ણાટક: ઉડુપી-ચિકમગલુર, હસન, દક્ષિણ કન્નડ, ચિત્રદુર્ગ, તુમકુર, મંડ્યા, મૈસુર, ચામરાજનગર, બેંગલુરુ ગ્રામીણ, બેંગલુરુ ઉત્તર, બેંગલુરુ મધ્ય, બેંગલુરુ દક્ષિણ, ચિકબલ્લાપુર અને કોલાર.

 કેરળ: કસરાગોડ, કન્નુર, વાડાકારા, વાયનાડ, કોઝિકોડ, મલપ્પુરમ, પોન્નાની, પલક્કડ, અલાથુર, થ્રિસુર, ચલાકુડી, એર્નાકુલમ, ઇડુક્કી, કોટ્ટાયમ, અલાપ્પુઝા, માવેલીક્કારા, પથનામથિટ્ટા, કોલ્લમ, અટ્ટિંગલ અને થિન્થરુમપુર.

 

(7:31 pm IST)