Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

T20 વર્લ્ડકપ માટે સેહવાગે પસંદ કરી ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-૧૧

હાર્દિક પંડ્યાને ન આપ્યું સ્થાનઃવીરેન્દ્ર સેહવાગે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ઓપનર તરીકે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની પસંદગી કરી છે

નવી દિલ્હી, તા.૨૪

T20 વર્લ્ડ કપ ૨૦૨૪ ૨ જૂનથી શરૃ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર આયોજિત થવાની છે.

ભારતીય ટીમ ૫ જૂને આયર્લેન્ડ સામે T20 વર્લ્ડ કપ અભિયાનની શરૃઆત કરશે. આ પછી ટીમ ઈન્ડિયા ૯ જૂને પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. પરંતુ આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? આ ભારતીય ટીમમાં કયા ખેલાડીઓને સ્થાન મળશે? હકીકતમાં, બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે પહેલેથી જ સંકેત આપ્યો છે કે જે ખેલાડીઓ આઈપીએલમાં સારો દેખાવ કરશે તેમને ધ્યાનમાં લેવામાં આવશે. જોકે, પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે ટી૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી હતી. વીરેન્દ્ર સેહવાગે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ઓપનર તરીકે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની પસંદગી કરી છે. આ પછી વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત જેવા બેટ્સમેનો પર દાવ લગાવવામાં આવ્યો છે. આ સિવાય તેણે પ્લેઈંગ ઈલેવનમાં રિંકુ સિંહ અથવા શિવમ દુબેમાંથી કોઈ એકને સામેલ કરવાની વાત કરી છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ વીરેન્દ્ર સેહવાગની ્૨૦ વર્લ્ડકપ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે, પરંતુ પૂર્વ ઓપનર દ્વારા હાર્દિક પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ સિવાય વીરેન્દ્ર સેહવાગે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કુલદીપ યાદવના રૃપમાં સ્પેશ્યાલિસ્ટ  સ્પિનરને રાખ્યો છે. જ્યારે ઝડપી બોલર તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને સંદીપ શર્માને તેમની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ ૨૦૨૪ ૨ જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર શરૃ થઈ રહ્યો છે. હાલમાં ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ આઈપીએલમાં રમી રહ્યા છે. તે જ સમયે, આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની પસંદગી થવાની બાકી છે.

 

(8:12 pm IST)