Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ચેતજો... હજુ પણ કોરોના કહેર મચાવશે

WHOએ ફરી એલર્ટ કર્યુ જાહેરઃ આગામી મહિનાઓમાં વૈશ્વિક મહામારીની સ્થિતિ વણસી શકે છે

નવી દિલ્હી, તા.૨૪: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ટ્રેડોસ અદાનોમ ધેબરેસિસે કોરોનાની સ્થિતિ અંગે ફરી ચેતવણી જાહેર કરી હતી. તેઓએ કહ્યું કે આગામમી મહીનામાં વૈશ્વિક મહામારીની સ્થિતિ નાજુક થાય છે.

ટ્રેડોસે કહ્યું અમે આ મહામારીમાં નાજુક મોડ પર ઉભા છે ખાસ કરીને ધરતીના ઉતરી ભાગમાં સ્થિતિ અત્યંત ખરાબ છે, આવતા કેટલાક મહીના અત્યંત કઠિન આવનારા છે. WHOએ જોર આપ્યું કે વર્તમાન સ્થિતિ કોઇ પ્રકારની ડ્રીલ નથી. તેઓએ વધુમાં ઉમેર્યુ કે કેટલાક દેશ અત્યંત ખતરનાક રાહ પર ચાલી રહ્યા છે.

ટ્રેડોસે કહ્યું કે, અમે આગળ બિનજરૂરીયાત મૃત્યુને રોકવા, આવશ્યક સેવાઓના ધ્વસ્ત થવા અને શાળાને ફરી બંધ થવાથી બચાવા માટે નેતાઓને તત્કાલ પગલા ઉઠાવાની અપીલ કરે છે.

WHOના ડેશબોર્ડના જણાવ્યા મુજબ, કોરોનાના વૈશ્વિક સ્તર પર મૃત્યુઆંક ૧૧.૩૪ લાખ પહોંચી હતી જયારે સંક્રમણના કેસ ૪.૧૫ કરોડનો આંકડો પાર કરી ચુકયા હતા. સંપૂર્ણ દેશોમાં વૈશ્વિક મહામારીની બીજી લહેરના સંકેત જોવા મળી રહ્યા છે.

(11:36 am IST)