Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ટચુકડા મુસ્લિમ દેશ અઝરબૈજાનએ આપી ભારતને ધમકી : કહ્યું - આર્મેનિયાને હથિયાર આપશે તો ચુપચાપ નહીં બેસીએ

અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવે કહ્યું કે, જો ભારત અને ફ્રાંસ તેના દુશ્મન દેશ આર્મેનિયાને હથિયારો સપ્લાય કરશે તો તેઓ ચુપચાપ હાથ પર હાથ રાખીને નહીં બેઠાં રહે. ખતરો મોટો છે તો યોગ્ય જવાબ આપીશું.

પશ્ચિમ એશિયામાં ઈરાનની નજીક આવેલા મુસ્લિમ દેશ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવે કહ્યું કે, જો ભારત અને ફ્રાંસ તેના પાડોસી અને દુશ્મન દેશ આર્મેનિયાને હથિયારો સપ્લાય કરશે તો તેઓ ચુપચાપ હાથ પર હાથ રાખીને નહીં બેઠાં રહે. અલીયેવે કહ્યું કે- જો તેમણે લાગ્યું કે ખતરો મોટો છે તો યોગ્ય જવાબ આપીશું. અઝરબૈજાન તરફથી આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે ભારત અને ફ્રાંસે આર્મેનિયાને હથિયાર આપવા પર સહમતિ વ્યક્ત કરી.

અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવે કહ્યું- જ્યારે ફ્રાંસ, ભારત અને ગ્રીસ અમારા વિરુદ્ધ આર્મેનિયાને હથિયાર આપશે તો અમે ચુપચાપ નહીં બેસીએ. અમે હાથ પર હાથ રાખીને નહીં બેઠા રહીએ. કાકેશસ પર્વતની તળેટીએ વસેલું આ નાનો એવો દેશ આર્મેનિયાના સંબંધ પોતાના પાડોશી દેશ સાથે સારા નથી. બંને દેશ વચ્ચે છેલ્લાં ઘમાં સમયથી સંઘર્ષ જોવા મળી રહ્યો છે.

એવામાં આર્મેનિયાએ લગભગ 400 મિલિયન અમેરિકી ડોલરના હથિયારોની ડીલ રશિયા સાથે કરી હતી પરંતુ યૂક્રેન સાથે યુદ્ધ કરી રહેલુ રશિયા તે ઓર્ડર પુરું કરવામાં નિષ્ફળ રહ્યો. જે બાદ આર્મેનિયાએ હથિયારોની આપૂર્તિ માટે નવા સાથીની તલાશ શરુ કરી અને તેની શોધ ભારતમાં આવીને ખતમ થઈ. આ વચ્ચે ફ્રાંસ, ભારત અને ગ્રીસે જ્યાં મળીને આર્મેનિયાની મદદ કરવાનો નિર્ણય લીધો, જ્યારે બે કટ્ટર ઈસ્લામિક દેશ તુર્કી અને પાકિસ્તાને ધર્મનો સાથ આપતા અઝરબૈજાનનો પક્ષ લીધો છે.

આર્મેનિયાએ હાલના વર્ષોમાં પોતાનું રક્ષા બજેટ ડબલ કરી દીધું છે. 2022માં જ્યાં તેમનો રક્ષા ખર્ચ 700થી 800 મિલિયન ડોલર હતો તે હવે વધીને 2024માં 1.5 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. યૂરિશિયન ટાઈમ્સના રિપોર્ટ મુજબ, આર્મેનિયાની રક્ષા અને સુરક્ષાના મામલે સંસદીય સમિતિના અધ્યક્ષ એન્ડ્રાનિક કોચરિયને હાલમાં જ ભારતનું નામ લીધા વગર કહ્યું હતું કે, આર્મેનિયા દ્વારા ખરીદવામાં આવેલા નવા હથિયાર ઘણાં જ સંતોષજનક પુરવાર થયા છે.

બે કાકેશિયન પાડસીઓ વચ્ચે વિવાદનું મુખ્ય કારણ નાગોર્નો-કારાબાખ વિસ્તાર છે. જ્યાં લાંબા સમયથી બંને દેશ વચ્ચે સંઘર્ષ થતો રહે છે. આ કાળા સમુદ્ર અને કેસ્પિયન સાગર વચ્ચે આંતર મહાદ્વીપીય ક્ષેત્ર છે. હાલમાં જ અઝરબૈજાને આ વિવાદિત ક્ષેત્રમાં એક સૈન્ય અભિયાન શરુ કર્યું હતું, જેમાં અનેકના મોત થયા હતા. આ વિસ્તારને આંતરરાષ્ટ્રીય સ્તરે અઝરબૈજાનનો ભાગ ગણવામાં આવે છે પરંતુ ત્યાં રહેતા લોકો જાતીય રુપથી આર્મેનિયાઈ છે. એટલે કે અહીંના લોકો આર્મેનિયા સરકારનું સમર્થન કરે છે.
અઝરબૈજાનના હુમલા બાદ ઓક્ટોબર 2023માં ફ્રાંસે આર્મેનિયાને સૈન્ય મદદનો વાયદો કર્યો હતો. ત્યારથી ફ્રાંસ રાજકીય સ્તરે આર્મેનિયાને મદદ કરતું રહે છે. યૂક્રેન યુદ્ધ બાદ અનેક યુરોપિયન દેશોએ રશિયા વિરુદ્ધ યૂક્રેનનો સાથ આપ્યો અને સૈન્ય મદદ કરી. એવામાં આર્મેનિયાએ ભારત તરફ સૈન્ય આયાત માટે હાથ આગળ કર્યો. આ વાતની પણ ચર્ચાએ જોર પકડ્યું હતું કે આર્મેનિયા ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ અને ઇઝરાયેલી ટેક્નિકથી ભારતમાં વિકસિત મધ્યમ અંતરની જમીનથી હવામાં મારક ક્ષમતાવાળી મિસાઈલ ખરીદવામાં રસ દાખવે છે.

અઝરબૈજાન અને આર્મેનિયા બંનેની સાથે ભારતની રાજકીય સંબંધ છે, જો મધ્ય એશિયા અને ઈરાનના માધ્યમથી રશિયા અને યુરોપની સાથે નવી દિલ્હીની ક્નેક્ટિવિટી માટે ભૌગોલિક રીતે મહત્વપૂર્ણ છે. આર્મેનિયા કાશ્મીર પર ભારતની સ્થિતિનું સમર્થન કરતું રહ્યું છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત માટે કાયમી સીટને પણ સમર્થન આપે છે. આ વચ્ચે પાકિસ્તાનની સાથે અઝરબૈજાનની નીકટતાએ આર્મેનિયાનું પલડું નવી દિલ્હીના પક્ષમાં વધુ ઝુકાવી દીધું છે.

(12:27 am IST)