Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

સપા સુપ્રીમો અખિલેશ યાદવ પોતે કન્નૌજ લોકસભા સીટ પરથી ચૂંટણીમાં ઝંપલાવશે :ઉમેદવારી નોંધાવશે.

સપાના રાષ્ટ્રીય મહાસચિવ રામ ગોપાલ યાદવે આ વાતની પૃષ્ટિ કરી:અગાઉ તેજ પ્રતાપ સિંહ યાદવને સપા દ્વારા ટિકિટ આપી હતી

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ કન્નૌજ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. તેઓ આવતીકાલે ઉમેદવારી નોંધાવી શકે છે. આ વાતની પુષ્ટિ ખુદ સપાના રાષ્ટ્રીય મહાસચિવ રામ ગોપાલ યાદવે કરી છે. અગાઉ તેજ પ્રતાપ સિંહ યાદવને સપા દ્વારા ટિકિટ આપવામાં આવી હતી.

   એવું કહેવાય છે કે આ વખતે તેજ પ્રતાપ યાદવ લોકસભા ચૂંટણી લડવા માંગતા હતા, તેમણે આ અંગે અખિલેશ યાદવને લોબિંગ કર્યું હતું અને અખિલેશ પણ તેના માટે તૈયાર હતા. તેમણે તેજ પ્રતાપ યાદવની ઉમેદવારી પણ જાહેર કરી હતી, તેઓ નોમિનેશન ભરવાના હતા, પરંતુ તેમને છેલ્લી ઘડીએ રોકી દેવામાં આવ્યા હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે અખિલેશ યાદવ આવતીકાલે પોતે ઉમેદવારી નોંધાવશે.

    એવું માનવામાં આવે છે કે અખિલેશ યાદવ સ્થાનિક નેતાઓના આગ્રહ પર કન્નૌજથી ચૂંટણી લડવા માટે રાજી થયા છે. વાસ્તવમાં કન્નૌજના સ્થાનિક નેતાઓ તેજ પ્રતાપ યાદવને કોઈ પણ સંજોગોમાં સમર્થન આપવા તૈયાર ન હતા. અખિલેશ યાદવે પોતે આ નેતાઓ સાથે વાત કરી અને તેમને મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સ્વીકારવા તૈયાર ન હતા. આ પછી અખિલેશ યાદવે 24 કલાકનો સમય માંગ્યો હતો.

(12:54 am IST)