Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

નર્સીંગની છાત્રાએ ચાલુ ટ્રેનમાં કરાવી મહિલાની પ્રસુતી

જયપુર તા. રપઃ જોધપુરથી વારાણસી જઇ રહેલ મરૂધર એકસપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં સાંભરથી ફુલેરા વચ્‍ચે બપોરે એક મહિલાની પ્રસવ પીડાથી ડબ્‍બો ગાજી ઉઠયો હતો. આ ખબરની જાણ તે ટ્રેનમાં મુસાફરી કરી રહેલ નર્સીંગની છાત્રા નિશા ચૌધરીએ હિંમત દેખાડી અન્‍ય મહિલાઓની મદદથી પ્રસુતી કરાવી હતી. માતા-બાળક બન્‍નેની તબીયત સારી છે.

(3:34 pm IST)