Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

મતદાન પહેલા રાજ્યના ૧૨ આઈ પી એસ પોલીસ અધિકારીઓની બદલીના હુકમો

ગગનદીપ ગંભીરને આઈ જીપી એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર, રાઘવેન્દ્ર વત્સાને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત, શરદ સિંઘલને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ અમદાવાદ મુકાયા

અમદાવાદ : લોકસભાની ચૂંટણીનું મતદાન પહેલા રાજ્યના ૧૨ આઈ પી એસ પોલીસ અધિકારીઓની બદલીના હુકમો થયા છે જેમાં ગગનદીપ ગંભીરને આઈ જીપી એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર મુક્યા છે,  રાઘવેન્દ્ર વત્સાને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત મુકવામાં આવ્યા છે  જયારે શરદ સિંઘલને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ અમદાવાદ મુકવામાં આવ્યા છે, તેમજ નીરજ કુમાર બડગુજરને એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ અમદાવાદ સેક્ટર વન તરીકે મુકવામાં આવ્યા છે 

   ચૈતન્ય માંડલીકને એસ.પી cid ક્રાઇમ ગાંધીનગર મુકવામાં આવ્યા છે અને મનીશ સિંઘને એસપીએમટી ગાંધીનગર મુકવામાં આવ્યા છે જયારે શ્રીમતી ઉષા રાડાને કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ છ મુદ્દેતી સાબરકાંઠા મૂકવામાં આવ્યા છે અજીત રાજીયનને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ અમદાવાદ શહેરમાં મૂક્યા છે  ડો. લવિના સિંહાને ડીસીપી સાઇબર ક્રાઇમ અમદાવાદ મુકવામાં આવ્યા અને અને  શ્રીમતી રુપલ સોલંકીને ડીજીપી ઓફિસમાં સ્ટાફ ઓફિસર તરીકે મૂક્યા છે ભારતી પંડ્યાને એસપી ટેકનિકલ સર્વિસ ગાંધીનગર મૂક્યા છે.

(7:52 pm IST)