Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

NASA ચંદ્ર પર ભૂકંપની ઓળખ કરશે ખાસ મશીન

ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છેઃભૂકંપના કારણે થતા નુકસાનને ટાળવા માટે ઘણી જગ્યાએ અર્લી વોર્નિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં પણ આવે છે

ન્યુ દિલ્હી, તા.૨૫

તમે ભૂકંપના ઘણા સમાચાર સાંભળ્યા હશે. આપણે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ સહિત દુનિયાભરમાંથી ભૂકંપની ઘટનાઓ સામે આવે છે. ભૂકંપના કારણે થતા નુકસાનને ટાળવા માટે ઘણી જગ્યાએ અર્લી વોર્નિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં પણ આવે છે. જેના કારણે ભૂકંપના આંચકાની સમયસર ખબર પડી જાય છે અને લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવે છે. આ તો વાત થઈ આપણી પૃથ્વીની, પરંતુ શું તમે ક્યારેય એવો સવાલ થયો છે કે ચંદ્ર પર પણ ભૂકંપ આવે છે?ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. તમને જાણીને નવાઈ લાગશે કે પૃથ્વીની જેમ ચંદ્ર પર પણ ભૂકંપ આવે છે. હવે, જેમ પૃથ્વી પર ધરતીકંપ શોધવા માટે સિસ્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે, તેવી જ રીતે ચંદ્ર પર ધરતીકંપ શોધવા માટે સિસ્મોમીટરનો ઉપયોગ કરવાની તૈયારી ચાલી રહી છે. આ કામ બીજું કોઈ નહીં પણ નાસા કરી રહ્યું છે. અમેરિકન સ્પેસ એજન્સી 'નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન' (NASA) તેના આર્ટેમિસ ૩ માનવ ચંદ્ર મિશન પર કામ કરી રહી છે. આ એક ક્રૂ મૂન મિશન છે જે અંતર્ગત અવકાશયાત્રીઓ પણ ચંદ્ર પર જશે. નાસા આ મિશન પર ત્રણ પેલોડ પણ મોકલશે, જેમાંથી એક લુનર એન્વાયરમેન્ટ મોનિટરિંગ સ્ટેશન  છે. આ પેલોડ ચંદ્ર પર ધરતીકંપને શોધી કાઢશે.

(9:31 pm IST)