Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ભાજપ 2025 સુધીમાં SC-ST અને OBC અનામતને ખતમ કરવાનો પ્રયાસ કરશે: રેવંત રેડ્ડીનું મોટું નિવેદન

તેમણે કહ્યું કે ભાજપ ભવિષ્યમાં વંચિત સમુદાયો માટે આરક્ષણ સમાપ્ત કરવાની યોજના બનાવી રહી છે

 

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી વચ્ચે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર મોટો આરોપ લગાવ્યો છે.તેમણે દાવો કર્યો હતો કે ભાજપ ભવિષ્યમાં વંચિત સમુદાયો માટે આરક્ષણ સમાપ્ત કરવાની યોજના બનાવી રહી છે. ભાજપ 2025 સુધીમાં અનામત ખતમ કરી દેશે.

 અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ 'ઈન્ડિયા ટુડે'ના અહેવાલ મુજબ સીએમ રેવન્ત રેડ્ડીએ કહ્યું કે 2025 સુધીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) 100 વર્ષ પૂર્ણ કરશે. આ દરમિયાન ભાજપ 2025 સુધીમાં એસસી-એસટી અને ઓબીસી અનામત નાબૂદ કરવાનો પ્રયાસ કરશે. આરએસએસ અને બીજેપીના નેતાઓએ અનામતને લઈને ઘણી વખત ટિપ્પણી કરી છે.
   સીએમ રેવન્ત રેડ્ડીએ કહ્યું કે, "ભાજપે અગાઉ મંડલ કમિશનના રિપોર્ટનો અમલ અટકાવી દીધો હતો, જેમાં પછાત વર્ગો (ઓબીસી) માટે આરક્ષણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો." તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમાં 400નો આંકડો પાર કરવાનો છે 400 બેઠકો જીતવા માટે સંસદમાં સંખ્યાત્મક તાકાત હાંસલ કરી શકાય છે જેથી એસસી-એસટી અને ઓબીસી સમુદાયોના ક્વોટાને સમાપ્ત કરી શકાય, તેમણે કહ્યું, “કેટલાક લોકો ભાજપને સમર્થન આપી રહ્યા છે, જે અનામતનો અંત લાવવા માંગે છે. આ લોકસભાની ચૂંટણી SC, ST અને OBC અનામત પર જનમત છે

   સીએમ રેવન્ત રેડ્ડીએ આ નિવેદન એવા સમયે આપ્યું જ્યારે વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશમાં એક રેલી દરમિયાન અનામત પર કોંગ્રેસ પર ટિપ્પણી કરી હતી. પીએમએ રેવંત રેડ્ડી પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે તેલંગાણાના મુખ્યમંત્રી મુસ્લિમો માટે આરક્ષણ સુનિશ્ચિત કરશે. કર્ણાટકની કોંગ્રેસ સરકારના નિર્ણયને ટાંકીને તેમણે OBC માટે અનામત ઘટાડવા સામે ચેતવણી આપી હતી.

 

(10:17 pm IST)