Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

સમગ્ર દેશમાં પડઘા - હલચલ મચે તેવા ગુજરાતથી મોટા સમાચાર બહાર આવે તેવી શકયતા

નવી દિલ્હી : સમગ્ર દેશમાં હલચલ મચી જાય અથવા તો સમગ્ર દેશમાં પડઘા પડે તેવા કોઇ મોટા સમાચાર ગુજરાતથી આવે તેવી શકયતા હોવાનું અહી જોરશોરથી ચર્ચાય રહયું છે. આ સમાચાર રાજકીય હશે કે પછી કોઇ અન્ય ક્ષેત્રના હશે તે જાણી શકાયું નથી. એક અંદાજ મુજબ કોરોનાના મામલે કોઇ મોટા સમાચાર ગુજરાતથી આવે તેવી શકયતા છે. આ સમાચારને લઇને ભારે આતુરતા જાગી છે અને અટકળો તથા અનુમાનની આંધી પણ ફુંકાઇ રહી છે. આજે સાંજ સુધીમાં કોઇ એવા સમાચાર ગુજરાતથી આવવાના છે જે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બનશે.

(3:23 pm IST)