Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

પીએમ મોદી ધર્મની વાત કરીને લોકોની ભાવનાઓ ભડકાવી રહ્યા છે: વાયનાડમાં પ્રિયંકા ગાંધીના પ્રહાર

-પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીએમ મોદીના 10 વર્ષના શાસનમાં એજન્સીઓનો દુરુપયોગ થયો વિરોધ પક્ષોને હેરાન કરવામાં આવ્યા:પ્રિયંકાએ રાહુલના વખાણ કરતા કહ્યું કે તે એવા નેતા છે જે નફરત અને ગુસ્સાની રાજનીતિ સામે લડે છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી રેલીઓમાં પીએમ મોદી અને ભાજપ પર સતત હુમલો કરે છે. હવે કેરળના વાયનાડમાં જનસભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કેટલાક લોકો ચૂંટણી રેલીઓમાં માત્ર ધર્મની વાત કરીને લોકોની ભાવનાઓ સાથે રમત રમી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ લોકો માત્ર ચૂંટણીમાં એવા મુદ્દા ઉઠાવે છે જેને જનહિત સાથે કોઈ લેવાદેવા નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આજે ધર્મના નામે વોટ માંગવામાં આવી રહ્યા છે પરંતુ તે બેરોજગારીની વાત કરવા નથી માંગતા

   પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આપણે લોકતાંત્રિક દેશમાં રહીએ છીએ જેની દુનિયામાં પોતાની આગવી ઓળખ છે, તેનો સમૃદ્ધ ઈતિહાસ છે, પરંતુ છેલ્લા 10 વર્ષના શાસનમાં પીએમ  મોદીએ ભારતમાં લોકશાહીને નબળી પાડવાનું કામ કર્યું છે. તેમણે કોઈપણ કારણ વગર વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહી કરી.તેમને તપાસ એજન્સીઓથી ડરાવી દીધા. બે મુખ્યમંત્રીઓને જેલમાં મોકલ્યા. પ્રિયંકાએ કહ્યું કે આજે જે કોઈ તેનો વિરોધ કરે તેની સામે દરોડા પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

  પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન દેશમાં ખેડૂતોની સ્થિતિ, બેરોજગારી અને વધતી કિંમતો અંગે ચર્ચા કરતા નથી. પ્રિયંકાએ સવાલ ઉઠાવ્યો હતો કે પીએમએ તેમના શાસન દરમિયાન કેટલી હોસ્પિટલો, શાળાઓ, સંસ્થાઓ અથવા યુનિવર્સિટીઓ બનાવી હતી તે જણાવવું જોઈએ.

   આ પહેલા મંગળવારે પ્રિયંકા ગાંધીએ પણ મંગળસૂત્રને લઈને વડાપ્રધાન મોદીના નિવેદન પર જોરદાર હુમલો કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે મારી માતાએ પોતાના મંગળસૂત્રનો દેશને નામે બલિદાન આપ્યું હતું. 

   આ સાથે પ્રિયંકા ગાંધીએ વાયનાડના લોકોનો આભાર માન્યો, જેમણે ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને જંગી મતથી વિજયી બનાવ્યો હતો. પ્રિયંકાએ રાહુલ ગાંધીને એવા નેતા ગણાવ્યા છે જેમણે છેલ્લા દસ વર્ષમાં નફરત અને ગુસ્સાની રાજનીતિ સામે સંઘર્ષ કર્યો છે. પ્રિયંકાએ કહ્યું કે રાહુલ ગાંધીએ દેશવાસીઓના દિલમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે.

(8:30 pm IST)