Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

હૈદરાબાદમાં ત્રિકોણીય મુકાબલો: ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ ઓવૈસી સામે ઉમેદવાર ઉતાર્યા

કોંગ્રેસે મોહમ્મદ વલીઉલ્લાહ સમીરને હૈદરાબાદથી તેના ઉમેદવાર જાહેર કર્યા.

કોંગ્રેસે હૈદરાબાદથી ઓવૈસી સામે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીએ મોહમ્મદ વલીઉલ્લાહ સમીરને હૈદરાબાદથી ઉમેદવાર જાહેર કર્યા છે.કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 308 ઉમેદવારોની જાહેરાત કરી છે

   કોંગ્રેસે બુધવારે સાંજે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૌથી ખાસ સીટ હૈદરાબાદ છે, જ્યાંથી કોંગ્રેસે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આ સિવાય પાર્ટીએ ખમ્મમ સીટથી રામાશ્યામ રઘુરામ રેડ્ડીને અને કરીમનગર સીટથી વલીચલા રાજેન્દ્ર રાવને ઉમેદવાર બનાવ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે  AIMIM એ અકબરુદ્દીન ઓવૈસીને હૈદરાબાદ સીટ પરથી બેકઅપ અથવા વૈકલ્પિક ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા છે. આ કારણ છે કે જો કેટલાક કારણોસર અસદુદ્દીન ઓવૈસીનું નામાંકન નામંજૂર કરવામાં આવે છે, તો અકબરુદ્દીન ઓવૈસીનું નામાંકન AIMIM માટે બેકઅપ તરીકે રહેશે અને પાર્ટીનો એક ઉમેદવાર ચૂંટણીમાં રહેશે. આ પહેલીવાર નથી જ્યારે AIMIMએ આવી યોજના અપનાવી હોય.અગાઉ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પણ આવું જોવા મળ્યું હતું. જ્યાં અકબરુદ્દીન ઓવૈસીએ ચંદ્રયાનગુટ્ટાથી ઉમેદવારી નોંધાવી હતી અને બાદમાં તેમના પુત્ર નૂરુદ્દીન ઓવૈસીએ પણ ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં પુત્રએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.

(11:07 pm IST)