Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

જીએસટી અધિકારીઓની મનમાનીઃ દંડ નહીં વસૂલવા જણાવ્‍યું, પણ મુદ્દત ન આપી

નાણાં ભરવા ૧૦ દિવસનો પણ સમય આપવામાં આવ્‍યો નહીં

મુંબઇ,તા. ૨૫: જીએસટી દ્વારા નોટિસ આપતા પહેલા કરદાતાઓને જાણ કરીને તે રકમ ભરવા તૈયાર છે કે નહીં તેવું પુછવામાં આવતુ હોય છે. ત્‍યારબાદ નોટિસ આપીને દંડ, વ્‍યાજ સહિતની રકમ વસૂલ કરવામાં આવતી હોય છે. પરંતુ વર્ષ ૨૦૧૯-૨૦ના એસેસમેન્‍ટ દરમિયાન આ માટે આપવામાં આવેલી પ્રિકન્‍સલ્‍ટેશન નોટિસ ફકત દેખાડો પૂરતી જ આપવામાં આવી હોવાથી હકીકતો બહાર આવી છે. કારણ કે તે માટે ઓછામાં ઓછો ૧૫ દિવસ અને વધુમાં વધુ એક મહિનાનો સમય આપવામાં આપવાનો હોય છે. પરંતુ મોટાભાગના કરદાતાઓને ૧૦ દિવસનો પણ સમય આપવામાં નહીં આવતા કચવાટ પેદા થયો છે.

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના જીએસટી એસેસમેન્‍ટની નોટિસ આપવામાં છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ હોવાના કારણે હજારોની સંખ્‍યામાં કરદાતાઓને નોટિસ આપવામાં આવી છે. જો કે આ વખતે નોટિસ આપતા પહેલા પ્રિકન્‍સલ્‍ટેશન નોટિસ આપી છે તે આપવા માટેના હેતુ એવો છે કે કરદાતાઓને વિભાગ દ્વારા જણાવવામાં આવે છે કે તમારી પાસેથી આટલા રૂપિયાનો જીએસટી વસૂલ કરવામાં આવનાર છે. જો તમે સમયસર ભરપાઇ કરો તો વિભાગ દ્વારા તમારે પાસે દંડની વસૂલાત કરશે નહીં, પરંતુ આ નોટિસ આપ્‍યા બાદ કરદાતાને નાણા ભરપાઇ કરવા માટે ઓછોમાં ઓછો ૧૫ દિવસ અને વધુમાં વધુ એક મહિનાનો સમય આપવાનો હોય છે. પરંતુ મોટાભાગના કરદાતાઓને પ્રિકન્‍સલ્‍ટેશનની નોટિસ જ ૨૨ એપ્રિલની આસપાસ મળી છે. જ્‍યારે ૩૦ એપ્રિલ સુધીમાં છેલ્લી નોટીસ આપી દેવાની હોય છે. તેના કારણે પૂરતો સમય જ આપવામાં નહીં આવતા દેખાડો કરવા માટે જ આ નોટિસ આપવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. (૨૨.૧૦)

પૂરતો સમય આપવામાં આવવો જોઇએ

કરદાતાએ ઘ્‍ંડ ભરવામાંથી મુકિત મળે તે માટે પ્રિકન્‍સલ્‍ટેશન નોટિસ આપવાનો અભિગમ ખરેખર સરાહનીય છે. પરંતુ કરદાતાને તે નાણા ભરવા માટે પૂરતો સમય પણ આપવામાં આવવો જોઇએ. કારણ કે તેના નાણા એકત્ર કરવામાં જ એક સપ્‍તાહનો સમય વીતી જતો હોય છે. આવી તમામ બાબતોનો વિચાર કરીને અધિકારીઓ દ્વારા નોટિસ આપવામાં આવી હોય તો કરદાતાને ચોક્કસપણે રાહત થવાની હતી. (ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ)

(11:53 am IST)