Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

આદીવાસીઓનું ઘરેણું એવી ચાંદીનો ભાવ આસમાનેઃ મોદી સરકારે સમાજનું ઘરેણું છીન્‍યુઃ જીતુ પટવારીનો આરોપ

મધ્‍ય પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષે સાધ્‍યુ નિશાન

ભોપાલ : મધ્‍ય પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષ જીતુ પટવારીએ જાબુઆમાં ચાંદીના વધતા ભાવનો મુદ્‌્‌ો ઉઠાવ્‍યો હતો. તેમણે આરોપ લગાડયો હતો કે, મોદી સરકારે આદીવાસીઓને ચાંદીથી દુર કર્યા છે. ર૦૧૪ પહેલા ચાંદીના ભાવ ૪૦-પ૦ હજાર પ્રતિ કીલો હતો, જયારે હાલ તે ૯૦ હજાર પહોંચી ગયો છે.

મધ્‍ય પ્રદેશમાં ભરતી પરીક્ષાઓમાં સરકારી માફીયાઓથી કયારે મુકતી મળશે નો સવાલ ઉઠાવ્‍યો હતો. પીએમ જણાવે કે મધ્‍ય પ્રદેશમાં કેટલી પરીક્ષા છે. જેના પેપર લીક નથી થયા. વ્‍યાયમના આરોપી સીએમને બદલવાથી ભાજપના અપરાધને લોકો ભુલી જશે ?

(3:00 pm IST)