Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

તેલ માલિશ પછી અમેરિકને કહ્યું: સ્‍પેસમાં જઈને પાછો આવ્‍યો હોય એવું લાગ્‍યું

નવી દિલ્‍હી, તા.૨૫: ‘સર જો તેરા ચકરાએ...' ટાઇપની સિચુએશન હોય ત્‍યારે તેલચંપી મગજને શાંત કરવાનો અકસીર ઉપાય માનવામાં આવે છે. આપણે ત્‍યાં આ નવી વાત નથી, પણ હાલમાં દિલ્‍હીમાં એક અમેરિકન યુટયુબરે તેલચંપી કરાવ્‍યા પછીનો આહલાદક અનુભવ શૅર કર્યો હતો. ડેઇલી મૅક્‍સ નામે જાણીતા આ યુટયુબરે દિલ્‍હીના નેહરુ પ્‍લેસ એરિયામાં રસ્‍તાની સાઇડ પર દુકાન લગાવનાર બાર્બર પાસે ચંપી કરાવી હતી. મોહમ્‍મદ વારિસ નામના બાર્બરના હાથની ચંપી કરાવ્‍યા બાદ મૅક્‍સે કહ્યું કે હું જાણે સ્‍પેસમાં જઈને પાછો આવ્‍યો હોય એવો અનુભવ થયો. મૅક્‍સે પોતાના વિડિયો શૂટ કરીને આ અનુભવ ફૉલોઅર્સ સાથે શૅર કર્યો હતો. સાથે જ તેણે ઉદારતાથી વારિસને સારા પૈસા આપ્‍યા હતા.(

(4:29 pm IST)