Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

અમેરીકાને મોદી જેવા નેતાની જરૂરત

જે.પી.મોર્ગનના સીઇઓ જેમી ડીમોન

નવી દિલ્‍હીઃ જે પી મોર્ગન ચેઝના ચેરમેન અને સીઇઓ જેમી ડીમોને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહયું કે તેમણે ભારતમાં અવિશ્વસનીય કામ કર્યુ છે.

ઇકોનોમીક કલબ ઓફ ન્‍યુયોર્ક દ્વારા આયોજીત એક માળખાના વિકાસ અને નોકરશાહીમાં સુધારા બાબતે પીએમ મોદીના  પ્રયાસોના વખાણ કર્યા હતા.

જેમી ડીમોને કહયું કે, વડાપ્રધાન મોદીએ ૪૦ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે અને તેઓ ભારતમાં અવિશ્વસનીય કામ કરી રહયા છે. ડીમોને મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલ આર્થીક સુધારાઓના વખાણ કરીને કહયું કે તેમાંથી કેટલાક અમેરીકામાં પણ લાગુ કરી શકાય છે. તેમણે કહયું કે મોદી જેવા નેતાની અમેરીકાને પણ જરૂર છે.

ડીમોને મોદીની મહત્‍વપુર્ણ ઉપલબ્‍ધીઓ છતા અવાર નવાર તેમની ટીકા કરવા માટે ભારતના ઉદારવાદી પ્રેસને પણ અરીસો દેખાડતા કહયું કે વડાપ્રધાન મોદીની નીતીઓએ લગભગ ૪૦ કરોડ ભારતીયોને ગરીબીમાંથી બહાર કાઢયા છે અને તે ખરેખર એક મોટી ઉપલબ્‍ધી છે જે સ્‍વીકારવું જોઇએ

(4:33 pm IST)