Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

જમ્‍મુ લોકસભા બેઠક ઉપર એસસી અને એસટીના ૩ર% મત નિર્ણાયક

(સુરેશ ડુગ્‍ગર દ્વારા)  તા. રપ :.. જમ્‍મુ લોકસભા બેઠકની ચૂંટણીમાં એસી અને એસટીના ૩ર ટકા મત ખૂબ જ નિર્ણાયક પુરવાર થવાના છે.

ર૦૧૧ માં થયેલી વસ્‍તી ગણતરી મુજબ ૩ જીલ્લામાં અનુસુચિત જાતીની વસ્‍તી ર,ર૮૩૮૭૬ એટલે કે રર.૭પ ટકા છે. જયારે અનુસુચિત જનજાતિની વસ્‍તી ૯.ર૪ ટકા છે તેથી ૩ર ટકા કુલ વસ્‍તી છે.

આ સીટ કોંગ્રેસનો ગઢ માનવામાં આવી છે.

અહીં આ વખતે રર ઉમેદવારો મેદાનમાં છે. નેશનલ કોંગ્રેસ (એનસી) અને પીયુલ્‍સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) કોંગ્રેસના નેતૃત્‍વવાળા ઇન્‍ડિયા ગઠબંધનમાં સામેલ હોવાથી તેઓએ પોતાના ઉમેદવાર ઉભા રાખ્‍યા નથી.

ભાજપ તરફથી સાંસદ જુગલ કિશોર અને કોંગ્રેસ તરફથી રમન ભલ્લા વચ્‍ચે સીધો મુકાબલો છે

(4:59 pm IST)