Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ભારતીય વાયુસેનાનું UAV એરક્રાફ્ટ રાજસ્થાનમાં ક્રેશ થયું

દુર્ઘટના ટેકનિકલ ખામીના કારણે થઈઃવિમાન તેની નિયમિત ઉડાન પર હતું આ દુર્ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી

રાજસ્થાન, તા.૨૫

ભારતીય વાયુસેના (IAF) UAV વિમાન રાજસ્થાનના જેસલમેરમાં ક્રેશ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ટેકનિકલ ખામીના કારણે થઈ છે. વિમાન તેની નિયમિત ઉડાન પર હતું. આ દુર્ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

આ અકસ્માત જેસલમેરના પિથલા વિસ્તારમાં થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન સરહદી વિસ્તારો પર નજર રાખી રહ્યું હતું.

પોલીસ અધિક્ષક સુધીર ચૌધરીએ કહ્યું કે તે જાસૂસી વિમાન હોઈ શકે છે. આ ઘટનાના પ્રત્યક્ષદર્શી પરમવીર સિંહ રાવલોતે જણાવ્યું કે જ્યારે આ પ્લેન પડ્યું ત્યારે અમે ટ્યુબવેલ પર બેઠા હતા.

પ્લેન ક્રેશ થયા બાદ તેમાં જોરદાર આગ લાગી હતી, જેના કારણે તે બળીને રાખ થઈ ગયું હતું. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ અને ભારતીય વાયુસેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

 

 

(8:32 pm IST)