Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ટ્રક સાથે કાર અથડાતાં નવજાત બાળક સહિત ૬નાં મોત થયા

તેલંગાણામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયોઃમૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે આ લોકો વિજયવાડા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો

તેલંગાણા, તા.૨૫

તેલંગાણામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદથી વિજયવાડા જતી વખતે કારે મુતંગી આઉટર રિંગ રોડ પર પાછળથી પાર્ક કરેલી લારીને ટક્કર મારી હતી.

તેલંગાણામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદથી વિજયવાડા જતી વખતે કારે મુતંગી આઉટર રિંગ રોડ પર પાછળથી પાર્ક કરેલી લારીને ટક્કર મારી હતી. અથડામણ થતાંની સાથે જ એકાએક વિસ્ફોટ થયો અને કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ. આ ભયાનક માર્ગ અકસ્માતમાં એક મહિલા અને એક બાળક સહિત છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત નાલગોંડાના કોદાદ શહેરમાં દુર્ગાપુરમ હાઇવે પર થયો હતો.

હૈદરાબાદના છ લોકોએ જીવ ગુમાવ્યો જ્યારે એક કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી લારી સાથે અથડાઈ.

મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. આ લોકો વિજયવાડા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. તુટી જવાના કારણે ટ્રક રોડની સાઈડમાં ઉભી હતી. ત્યારે પાછળથી આવતી કાર તેની સાથે અથડાઈ હતી.

(8:36 pm IST)