Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

૩૧ મે સુધી PAN કાર્ડ લિંક કરાવા પર TDSમાં રાહત મળશે

લોકોને ઈન્કમટેક્સ તરફથી રાહત આપવામાં આવીઃજો PAN કાર્ડને આધારથી નથી લિંક કરતા તો TDS બમણો કાપવામાં આવશે

નવીદિલ્હી, તા.૨૫

PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવનારા લોકોને ઈક્નમ ટેક્સ તરફથી રાહત આપવામાં આવી છે. ૩૧ મે સુધી PAN કાર્ડ લિંક કરાવા પર TDSમાં રાહત મળશે.ઈન્કમ ટેક્સ અને CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ વિભાગે એક રાહત જાહેર કરીને ૩૧ મે ૨૦૨૪ સુધી પોતાનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાનો સમય આપ્યો છે. જો તમે ૩૧ મે સુધી PAN કાર્ડને તમારા આધાર સાથે લિંક કરાવી દો છો તો TDSના કપાત પર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. ઈક્નમ ટેક્સનો નિયમ છે કે, જો PAN કાર્ડને આધારથી નથી લિંક કરતા તો TDS બમણો કાપવામાં આવશે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ વિભાગે એક પરિપત્રમાં જણાવ્યુ કે, ટેક્સ પેયર્સ પાસેથી અનેક ફરિયાદો મળી છે જેમાં તેમને નોટિસો મળી હતી. નોટિસમાં કહેવાયુ છે કે, જ્યાં PAN કાર્ડ ડિએક્ટિવ હતા તેવી લેવડ-દેવડ વખતે TDS/TCSનું ઓછુ ડિડક્શન, કલેકશનની ચૂક થઈ છે. કપાત અને કલેકશન હાઈએસ્ટ દરના નથી કરવામાં આવ્યા જેથી વિભાગે TDS/TCSના ડિટેઈલ્સની પ્રોસેસિંગ વખતે ટેક્સની માગ કરી છે

આ સંબંધે આવેલી ફરિયાદોના સમાધાન માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ વિભાગે રાહત આપતા જણાવ્યુુ કે, ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી કરવામાં આવેલી લેવડ-દેવડના સંબંધમાં જો ૩૧ મે ૨૦૨૪ સુધી PAN કાર્ડ આધાર સાથે લિંક કરી એક્ટિવ થઈ જાય છે તા TDSની કપાત પર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, જુલાઈ ૨૦૨૩થી જાન્યુઆરી ૨૦૨૪ સુધી PAN કાર્ડને આધાર સાથે નહીં જોડવાની બાબતે ૬૦૧.૯૭ કરોડ રુપિયા દંડ વસુલવામાં આવ્યો છે. ૨૯ જાન્યુઆરી ૨૦૨૪ સુધી ૧૧.૪૮ કરોડ PAN કાર્ડ આધાર સાથે લિંક નથી થયા.

(8:37 pm IST)