Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

દુબઈમાં જુનિયર એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન : જાણો કેટલા મેડલ જીત્યા

ભારતે મહિલા ખેલાડીઓની સાથે પુરૂષ વર્ગમાં મેડલ મેળવ્યા: ભારતે જીતેલા મેડલ્સમાં ગોલ્ડનો પણ સમાવેશ

દુબઈમાં આયોજિત જુનિયર એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે. અહીં ભારતે મહિલા ખેલાડીઓની સાથે પુરૂષ વર્ગમાં મેડલ મેળવ્યા છે. સ્પોર્ટ્સ એસોસિએશન પણ ભારતીય ખેલાડીઓને તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપી રહ્યું છે. ભારતે જીતેલા મેડલ્સમાં ગોલ્ડનો પણ સમાવેશ થાય છે.

  એકતા પ્રદીપ ડેએ મહિલાઓની 3000 મીટર સ્ટીપલ ચેઝ ઈવેન્ટમાં 10:31.92 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે રણવીર કુમાર સિંહે પુરુષોની 3000 મીટર સ્ટીપલ ચેઝ ઈવેન્ટમાં 9:22.67 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે.

    વિદેશની ધરતી પર દેશને ગૌરવ અપાવનારાઓમાં અનુરાગ સિંહ કાલેરે પુરુષોના 19.23 મીટરના શોટ પુટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સિદ્ધાર્થ ચૌધરીએ 1902 મીટરની રેન્જમાં પુરુષોના શોટ પુટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ખેલાડીઓએ વિદેશની ધરતી પર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે

   આરતીએ મહિલાઓની 10000 મીટર રેસ વોકમાં 47:45.33 સેકન્ડના સમય સાથે સ્પર્ધા જીતીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. દુબઈમાં બ્રોન્ઝ મેડલ જીતવા સાથે, આરતીએ ઓગસ્ટ 2024માં પેરુના લીમામાં યોજાનારી અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાય કર્યું. 

    દુબઈમાં એશિયન અંડર-20 મીટના સવારના સત્રમાં યોજાયેલી ડિસ્કસ થ્રો સ્પર્ધામાં ભારતીય ખેલાડી અમાનત કંબોજ પણ ચમક્યો હતો. અમાનતે મહિલાઓની ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી દેશનું ગૌરવ વધ્યું છે

   
(9:37 pm IST)