Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ભારત અને ગરીબ દેશો માટે ૧૦ નહીં ૨૦ કરોડ કોરોના વેકસીન તૈયાર કરવામાં આવશે

ભારતમાં ૧૦ મહિના પહેલા કોરોના વાયરસ સામે લડવાની રસી મળવાની શકયતા વ્યકત કરાઈ રહી છે

નવી દિલ્હી, તા.૩૦: સીરમ ઈન્સ્ટિટ્યુટ હવે ભારતમાં બમણા પ્રમાણમાં કોરોના વેકસીન તૈયાર કરશે. કંપનીએ ટ્વીટમાં જણાવ્યું છે કે હવે તેને ૧૦ કરોડની જગ્યાએ ૨૦ કરોડ વેકસીન ડોઝ તૈયાર કરશે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)એ ટ્વટ કરીને જણાવ્યું છે કે, 'ઓગસ્ટમાં અમે વૈશ્વિક સહયોગીઓ સાથે ૧૦ કરોડ ડોઝ ડિલિવર કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે અમે કોવિડ-૧૯ના સુરક્ષિત અને પ્રભાવી ૧૦ કરોડ ડોઝનું વધારાનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યા છીએ.' કંપનીએ કહ્યું કે બધું બરાબર રહ્યું તો ૨૦૨૧ના શરુઆતમાં (જૂન મહિના પહેલા) વેકસીનની ડિલિવરી શરુ કરી દેવાશે. તેણે ભારતમાં કોવિડ વેકસીન બનાવવાની શરુ કરી દીધી છે.

દુનિયાની સૌથી મોટી વેકિસન નિર્માતા કંપનીએ આ સંબંધમાં નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે ભારતની સાથે-સાથે દુનિયાના ઓછી અને મધ્યમ વસ્તી ધરાવતા દેશો માટે ૧૦ કરોડ ડોઝ તૈયાર કરવાનું પ્લાનિંગ બદલાઈ ગયું અને હવે ૨૦ કરોડ ડોઝ તૈયાર કરવાનો નિર્ણય કરાયો છે. કંપનીએ જણાવ્યું કે કોરોના વેકસીન બનાવીને તેની ડિલિવરી કરવા માટે તેનું ગાવી અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે કરાર થયો છે.

કંપનીએ કહ્યું છે કે તેની કિંમત તેના સહયોગીઓના ફંડિંગમાંથી મળશે. હવે વેકસીનને જે રીતે રેગ્લુટેરી અપ્રૂવલ મળશે અને WHO લીલી ઝંડી બતાવશે, વેકસીનની ડિલિવરી આગામી વર્ષે જૂન આવતા-આવતા શરુ કરાશે.

યાદ રહે કે હાલમાં જ બે દિવસ પહેલા ૨૬ સપ્ટેમ્બરે સીરમ ઈન્સ્ટીટ્યુટના ઘ્ચ્બ્ અદાર પૂનાવાલાએ ટ્વીટ કરીને પૂછ્યું હતું કે શું પુરતી કોરોના રસી ખરીદવા માટે આગામી વર્ષ સુધીમાં ભારત સરકાર પાસે ૮૦ હજાર કરોડ રુપિયા હશે? તેમણે ત્યારે જણાવ્યું હતું કે ૮૦ હજાર કરોડ રુપિયામાં દરેક ભારતીય માટે વેકસીન તૈયાર થઈ જશે.

(9:55 am IST)