Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

યૌન શોષણના કેસમાં મુંબઈ પોલીસનું ફિલ્મમેકર અનુરાગ કશ્યપને સમન્સ

એકટ્રેસ પાયલ ઘોષે અનુરાગ કશ્યપ સામે ફરિયાદ નોંધાવી છે

મુંબઇ, તા.૩૦: યૌન શૌષણના કેસમાં અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસ સમન્સ પાઠવ્યું છે. ૧ ઓકટોબરના રોજ અનુરાગ કશ્યપને પોલીસ સ્ટેશન પહોંચવાનું છે. મીડિયા રિપોર્ટ મુજબ, ગુરુવારે સવારે ૧૧ વાગ્યે અનુરાગ કશ્યપ વર્સોવા પોલીસ સ્ટેશનમાં હાજર થશે.

બોલિવુડ એકટ્રેસ પાયલ ઘોષે કથિત રીતે અનુરાગ પર સાત વર્ષ પહેલા 'બળાત્કાર' કર્યાનો આરોપ મૂકયો છે. થોડા દિવસ પહેલા પાયલે વિડીયો જાહેર કરીને અનુરાગ પર ચોંકાવનારા આરોપ લગાવ્યા હતા. પાયલે વિડીયોમાં કહ્યું હતું કે તેની અને અનુરાગ કશ્યપની મિત્રતા ફેસબુક દ્વારા થઈ હતી. જે બાદ તે અનુરાગને મળી હતી. ત્રીજી મુલાકાત વખતે અનુરાગે પાયલને દ્યરે બોલાવી હતી અને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમ પાયલનું કહેવું છે. એકટ્રેસના વકીલ નિતિન સતપૂતે જણાવ્યું હતું કે, અનુરાગ કશ્યપ સામે લેખિત ફરિયાદ નોંધાવાઈ છે. ત્ભ્ઘ્ની કલમ ૩૭૬, ૩૫૪, ૩૪૧ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

તો આ તરફ અનુરાગ કશ્યપે પાયલ દ્યોષે લગાવેલા તમામ આરોપો પાયાવિહોણા હોવાનું કહ્યું હતું. અનુરાગ કશ્યપના સમર્થનમાં તાપસી પન્નુ સહિતની દ્યણી એકટ્રેસ ઉતરી આવી હતી. અનુરાગની તરફેણ કેમ કરી રહી છે તેનું કારણ આપતા તાપસીએ કહ્યું હતું કે, અનુરાગ સૌથી મોટો નારીવાદી છે. તે હંમેશા સ્ત્રીઓના સમાન અધિકારમાં માને છે. સાથે જ તાપસીએ કહ્યું હતું કે, જો અનુરાગ દોષી સાબિત થશે તો પહેલી વ્યકિત હશે જે તેની સાથે સંબંધ તોડશે. ઉપરાંત અનુરાગ કશ્યપની બંને પૂર્વ પત્નીઓએ પણ તેનો બચાવ કર્યો હતો. પાયલની ફરિયાદને તેમણે સૌથી વાહિયાત સ્ટન્ટ ગણાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સોમવારે પાયલ દ્યોષે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે સાથે સંયુકત પ્રેસ કોન્ફરન્સ કરીને અનુરાગ કશ્યપની ધરપરડની માગ કરી હતી. રામદાસ અઠાવલેએ કહ્યું હતું, પાયલ ઘોષે રાજયપાલને આવેદનપત્ર આપીને પોતાના માટે સુરક્ષાની અને અનુરાગ કશ્યપની ધરપરડની માગ કરી છે. તેણે પોલીસ ફરિયાદ કર્યાના આઠ દિવસ થઈ ગયા હોવા છતાં અનુરાગ કશ્યપ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, અનુરાગ કશ્યપ સામે કાર્યવાહી કરવા માટે રામદાસ અઠાવલે અને પાયલ દ્યોષે મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર (લો એન્ડ ઓર્ડર) વિશ્વાસ પાટીલની મુલાકાત કરી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રના રાજયપાલ બી.એસ. કોશિયારીને પણ આવેદનપત્ર આપ્યું હતું.

(3:41 pm IST)