Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

બાબરી વિધ્વંસ કેસઃ ચુકાદા પર મુરલી મનોહર જોશીએ કહ્યું : 'જય જય સિયા રામ, ભગવાન સૌને...

નવી દિલ્હી, તા.૩૦: બાબરી વિધ્વંસ  કેસમાં લખનઉની વિશેષ અદાલતનો નિર્ણય આવી ગયો છે. આ નિર્ણયમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત કુલ ૩૨ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ કોર્ટના આ નિર્ણય અંગે ખુશી વ્યકત કરી હતી, તેમણે કહ્યું કે, જે ચુકાદો આપવામાં આવ્યો છે તે ખૂબ મહત્વનો છે. આપણા બધા માટે ખુશીની ક્ષણ છે.

ચુકાદા બાદ ભાજપના નેતા મુરલી મનોહર જોશીએ નિવેદન આપ્યું અને કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે કહ્યું કે રામ મંદિર આંદોલન એક ઐતિહાસિક ક્ષણ હતી.

બીજેપી નેતાએ કહ્યું કે કોર્ટે આજે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જે શરૂઆતથી દરેક સ્તરે કોર્ટ સમક્ષ આ કેસમાં યોગ્ય તથ્યો મૂકનારા તમામ હિમાયતીઓને પહોંચાડે છે. આ નિર્ણય તેમની મહેનત અને લોકોની જુબાનીથી બહાર આવ્યો છે.

મુરલી મનોહર જોશીએ કહ્યું કે રામ મંદિર આંદોલન ખૂબ મહત્વનો સમય હતો, તેનો હેતુ દેશની હદ આગળ રાખવાનો હતો. હવે રામ મંદિરનું નિર્માણ પણ થવા જઇ રહ્યું છે, જય જય સિયા રામ, ભગવાન સૌને સન્મતિ આપે.

મહત્વનું છે કે, આ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે બુધવારે ચુકાદો આપ્યો હતો અને કહ્યું કે આ દ્યટના પૂર્વનિર્ધારિત નહોતી, પરંતુ અચાનક બની હતી. એમ કહીને કોર્ટે આ કેસમાં તમામ ૩૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

(3:47 pm IST)