Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

બાબરી કેસ પર લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું 'જયશ્રી રામ'

અડવાણીએ કોર્ટના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો

નવી દિલ્હી તા. ૩૦ : બાબરી વિધ્વંસ કેસમાં સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટના ચુકાદા પર બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણીએ ખુશી વ્યકત કરી છે. તેમના એક વિડીયો સંદેશમાં અડવાણીના કોર્ટના નિર્ણયને મહત્વપૂર્ણ ગણાવીને કહ્યું કે, આ નિર્ણય ઐતિહાસિક છે.

અડવાણીએ કહ્યું કે ઘણા સમય બાદ સારા સમાચાર મળ્યા. તેઓએ જયશ્રી રામના નારા પણ લગાવ્યા. અડવાણીએ વીડિયો સંદેશમાં કહ્યું આજે જે નિર્ણય થયો છે તે મહત્વપૂર્ણ છે. અડવાણીએ ત્યારબાદ જયશ્રીરામના નારા પણ લાગ્યા. અડવાણીએ કહ્યું, આ નિર્ણયે અને બીજેપીનું રામ જન્મભૂમિ મૂવમેન્ટની ભાવનાને પણ સાચું સાબિત થયું છે. આ નિર્ણયનું સ્વાગત કરૃં છું.

સીબીઆઇની કોર્ટે બાબરી વિધ્વંસ કેસમાં આરોપી દરેક ૩૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે, કોર્ટે કહ્યું કે વિધ્વંસની ઘટના પૂર્વ નિયોજીત હતી અને તે અચાનક બનેલી હતી.

(3:47 pm IST)