Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

તામિલનાડુમાં 31 ઓક્ટોબર સુધી લોકડાઉન વધારી દેવાયું : રાજ્ય સરકારનો મોટો નિર્ણંય

તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ રહેશે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પણ ચેન્નઇમાં એક દિવસમાં 100 જ આવી શકશે

ચેન્નઇ: દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આ દરમિયાન દર્દીઓ સાજા થવાની ગતિ પણ વધી રહી છે, મોદી સરકારે અનલોક 5ને લાગૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન તમિલનાડુ સરકારે રાજ્યમા  31 ઓક્ટોબર સુધી લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે.

 તમિલનાડુની સરકારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે લોકડાઉનને 31 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવ્યું છે. જોકે લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આ દરમિયાન તમિલનાડુની સ્કૂલ બંધ રહેશે. કોરોના વાયરસના લીધે 31 ઓક્ટોબર સુધી તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ રહેશે. સ્કૂલ કોલેજ બંધ રહેશે. આ સાથે જ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પણ ચેન્નઇમાં એક દિવસમાં 100 જ આવી શકે છે.

મુખ્યમંત્રી પલાનીસામીએ તમામ કલેક્ટરોને કહ્યું કે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં COVID રોગીઓની સારવાર માટે પ્રોટોકોલનું પાલન સખતાઇથી કરવામાં આવશે. તેમણે કહ્યું કે જિલ્લા કલેક્ટરોને આ વિશે જાગૃતતા વધારવી જોઇએ કે લોકો તાવ, શ્વાસ ચઢવો, થાક અને સ્વાદ ન આવવો જેવા લક્ષણ લાગે તો 24 કલાકમાં હોસ્પિટલમાં જઇને સારવાર લો.

(7:04 pm IST)