Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧-૧૦-ર૦ર૦,ગુરૂવાર
અધિક આસો સુદ-૧પ, વ્રતની પૂનમ, અન્વાધાન-પંચક,
ભદ્રા-૧૩-ર૯ સુધી,
૧૧-૩૪થી ૧૬-૧ર વ્યતિપાત,
સૂર્ય-કન્યા
ચંદ્ર-મીન
મંગળ-મેષ
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૯
સૂર્યાસ્ત-૬-૩૩
જૈન નવકારશી-૭-ર૭
ચંદ્ર રાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-ઉત્તરાભાદ્રપદ,
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧રથી ૧૩-૦૦ સુધી
૬-૩૯થી શુભ-૮-૦૯ સુધી, ૧૧-૦૭થી ચલ-લાભ-અમૃત-૧પ-૩પ સુધી, ૧૭-૦૪થી શુભ-અમૃત-ચલ-ર૧-૩પ સુધી,
શુભ હોરા
૬-૩૯થી ૭-૩૯ સુધી, ૯-૩૮થી ૧ર-૩૬ સુધી, ૧૩-૩૬થી ૧૪-૩પ સુધી, ૧૬-૩૪થી ૧૯-૩૪ સુધી
બ્રહ્માંડના સિતારા
પરિક્ષાનો માહોલ શરૂ થતાં જ એજયુકેશનના કારાખાના ચાલુ થઇ જાય છે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ દરમ્યાન સલાહ સુચનોનો મારો ચલાવવામાં આવે છે. સલાહ દેવી ખૂબજ સરળ હોય છે પણ સફર કરવું અતિ કપટુ હોય છે. સલાહ દેનાર વ્યકિત સામેની વ્યકિતની પરિસ્થિતિને સમજી લેવી જોઇએ-આજે આસો માસની વ્રતની પૂનમ છે. આજના દિવસે માતાજીની આરાધના કરવી પોતાના ઇષ્ટ દેવની પૂજા કરવી ઘણા પરિવારમાં આજના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવામાં આવે છે તો કેટલાક લોકો પોતે ઘરની જ વ્યકિત ભગવાન સત્યનારાયણનો ફોટો રાખીને પ્રસાદ ધરે છે અને ઘરની કોઇ વ્યકિત ભગવાન સત્યનારાયણની બુક વાંચીને બધાને ઘરના સભ્યોને કથા સંભળાવે છે અને ઘરમાં જ પ્રસાદ લ્યે છે. ફકત પરિવાર પૂરતી જ મર્યાદા રાખે છે.