Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ એમ. આર. શાહના પત્ની ડિમ્પીબેન શાહએ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ

કાસીન્દ્રા ખાતે કોવિડ વેકસીનનો પહેલો ડોઝ લીધો

રાજકોટ, તા. ૪ : સુપ્રીમકોર્ટના  ન્યાયાધીશ  એમ. આર. શાહ ના પત્ની શ્રીમતી ડિમ્પી. એમ.  શાહએ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, કાસીન્દ્રા ખાતે આજે કોવિડ વેકસીન નો પેહલો ડોસ લીધો હતો.

શ્રીમતી ડિમ્પી એમ શાહ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, કાસીન્દ્રા સાથે ઘણા સમયથી સંકળાયેલ છે. તેઓ આ હોસ્પિટલ ને સાચા અર્થમાં  સેવાનું મંદિર માને છે કારણ કે  અહીં ચેરીટી સાથે કવાલિટી જોવા મળે છે.  

દિલ વિધાઉટ બીલના નામે જાણીતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૧ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. હવે અમદાવાદના આંગણે સેવાની આ સરવાણી ભૂલકાં માટે પણ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ કાશિદ્રા વહાવી રહ્યું છે. બાળકોના હૃદયરોગની સારવાર વિનામૂલ્યે કરતી આ હોસ્પિટલ દ્વારા તેની સ્થાપનના એક વર્ષમાં ૧૬૦૦ જેટલાં બાળ દર્દીઓને નવજીવન આપવામાં આવ્યું છે.

(2:52 pm IST)