Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

રાજકોટ સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા ડો. હેતલ કયાડાને કોરોના પોઝિટિવ: હોમ આઇસોલેટ થયા

રાજકોટ: કોવિડ કાળમાં સિવિલ હોસ્પિટલના અનેક તબીબો નર્સિંગ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા છે અને સાજા થઈ ફરી ફરજમાં જોડાયા છે. દરમિયાન ફોરેન્સિક વિભાગના હેડ ડો. હેતલ કયાડા કોરોનાથી સંક્રમિત થતા હોમ આઇસોલેટ થયા છે. કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના ઓટોપ્સી પોસ્ટમોર્ટમ પણ તેઓ કરી રહ્યા છે. જેમાં ભવિષ્યમાં મહત્વની સફળતા મળવાની આશા છે. આ ઉપરાંત હેલ્થ પરમીટની કામગીરી પણ હાલમાં તેઓ સંભાળી રહ્યા છે.

(7:56 pm IST)