Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

પડતર જમીનમાં ખેતીના રક્ષણ માટે કાંકચિયાની વાડઃ રોજગાર આપતી કુદરતી ફેન્સીંગ

પડતર જમીનમાં ખેતી કરોઃ સરકારનો નિર્ણય આવકાર્ય

ખેડૂતો કે ખેડૂતોના સ્વરૂપમાં કોઈપણ પ્રકારના ભૂમાફિયાઓ કોઈપણ પ્રકારનો કબજો જમાવી ન શકે તેવી શરત નીચે ખેતીવાડી કરવા ઇચ્છનાર ખેડૂત,વ્યકિત કે સંસ્થાને સરકારી પડતર જમીન લીઝ ઉપર આપવાનો સરકારશ્રીનો નિર્ણય રોજગાર અને પર્યાવરણની દ્રષ્ટિએ ખુબજ આવકાર્ય છે.

રોજગાર આપતી કાંકચિયાની વાડ કુદરતી ફેન્સીંગ

   ખેડૂતોને લીઝ ઉપર આપવામાં આવેલી પડતર જમીનની ફરતે હુક જેવા અતી કાંટાવાળી ઝડપથી વૃદ્ઘિ પામતી કાંકચીયાંની વાડ ઊભી કરી દેવામાં આવે તો તે ઔષધીય રોજીરોટી પૂરી પાડતી અને પર્યાવરણને મદદ કરતી કુદરતી ફેન્સીંગનું કામ કરશે.એટલી ઘટાટોપ કુદરતી ફેન્સિંગ તૈયાર થઈ જશે કે તેમાંથી સસલા કે ભૂંડ જેવા પ્રાણીઓ પણ પસાર થઈ શકતા નથી.રોઝડુ કાંકચિયાની વાળને કુદી શકતું નથી. મોટાભાગની આયુર્વેદની દવામાં કાંકચિયાના પાન કે ફળનો ઉપયોગ થાય છે. પાકી ગયેલા તેના ફળનો સંગ્રહ કરવામાં આવે તો તે વર્ષો સુધી ખરાબ થતા નથી.બજારમાં હાલમાં ૧૦૦ ગ્રામના દસ થી પંદર રૂપિયા જેટલા ભાવથી ગાંધીની દુકાનેથી મળે છે. અકિલામા કાંગસિયા ઉપર ચાર જેટલા પૂર્ણ કક્ષાના લેખ પ્રસિદ્ઘ થઈ ચૂકેલા છે હજારોની સંખ્યામાં દર્દીઓએ તેનો લાભ પણ લીધો છે.આમ કાંકચિયાની વાડ રોજગારી આપશે અને કુદરતી ફેન્સીંગનું પણ કામ કરશે.

     રોજગાર અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો સરકારની આ યોજનાના ઘણા બધા ફાયદા જોવા મળી શકે તેમ છે.

સરકારી પડતર જમીનમાં ખેતીના ફાયદાઓ

 (૧)ખેડૂતોને રોજગાર મળી રહેશે. (૨)જમીનને ખેડવામાં આવે કે ખાડા કરવામાં આવે તો જમીન પોચી પડે.જમીનની અંદર પાણી ઉતરશે.જમીનમાં પાણીનું સ્તર ઉપર આવી શકે (૩) ખેતર અને રસ્તા ઉપર પાણી ફળી વળવાની સમસ્યા પણ હળવી થઈ શકે (૪)કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા રસ્તા ધોવાય જાય છે,પુલ તુટી જાય છે.તેમાં પણ રાહત થઈ શકે.(૫)પક્ષીઓનો કલબલાટ સંભળાવવા લાગશે. ટૂંકમાં એક પ્રકારનું પૂર્ણ કક્ષાનું પર્યાવરણ ખીલી ઉઠશે. (૬)જેવી રીતે મલબારી લીમડા, નીલગિરી,ચંદન જેવા વૃક્ષોનો ઉછેર કરીને પરિપકવ થાય ત્યારે ખેડૂતો તેને કાપીને વહેંચી શકે છે તેવી જ રીતે જે તે પ્રદેશના વૃક્ષો જેવા કે લીમડા,પીપળા,વડલા.. ઉછેરવામાં આવે અને રોજીરોટી માટે વૃક્ષોને કાપીને વેંચી નાખવામાં આવે તો પણ તેના બીજ જમીન પર પડ્યા પછી ફરીથી ઊગી નીકળશે.(૭)સરકારશ્રી કે વનવિભાગ દ્વારા કરવામાં આવતા વૃક્ષારોપણના કાર્યક્રમોને પણ સારો સહકાર મળી રહેશે.(૮)નાના નાના ચેક ડેમો પણ બનવાની સંભાવના ઉભી થઈ શકે (૯)પશુપાલનનો ધંધો પણ ખૂબ જ સારી રીતે વિકાસ પામી શકે (૧૦)ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન મળી શકે.(૧૧)આ પ્રકારની જમીનમાં પશુઓ માટે ઘાસચારો પર્યાપ્ત માત્રામાં મળી રહે.(૧૨) ફરવા માટેનું એક પ્રકારનું ફાર્મ હાઉસ પણ તૈયાર થઈ શકે ખરું.(૧૩)સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ વિલેજ પણ ઊભું થઈ શકે ખરું.(૧૪)મેરેજ માટે કે નાના ફંકસન માટે પાર્ટી પ્લોટ પણ બની શકે ખરા.

પડતર જમીનમાં ખેતીવાડી માટે મૂંઝવતા પ્રશ્નો

(૧)પાણીની વ્યવસ્થા(૨)લાઈટની વ્યવસ્થા(૩)પાક વીમો (૪)વાવેતર માટે સહાય કે ધિરાણ

સરકારશ્રીના નિર્ણયને અવકરનાર મિત્રો

(૧)બી.કે. ચોવટીયા

નિવૃત્ત્। કૃષિ વૈજ્ઞાનિક જુનાગઢ

Ph.d Plant Petholoji

મો.૯૪૨૮૪૪૦૫૩૨

(૨) પી.સી.પટેલ

નિવૃત R.F.O. જુનાગઢ

મો.૯૯૨૫૭૫૨૬૧૩

(૩) વિનોદ કે. પંડયા

M.Sc. B.ed.Botani

મો.૯૪૨૮૨૭૪૯૫૦

(૪) દિનેશ પટેલ

પ્રકૃતિપ્રેમી Futer Visan ના ડાયરેકટર

મો.૯૭૨૭૭૨૨૯૦૧

(૫)બીપીન માકડીયા

બેસ્ટ ટીચર એવોર્ડ વિજેતા ગોંડલ

મો.૮૧૬૦૪૧૯૮૯૬

લેખક

અશ્વિન ભુવા

મો.૮૩૨૦૫ ૫૬૦૧૨, ૯૪૨૮૮૮ ૯૫૬૦

(3:05 pm IST)