Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

શહેરના ૯ સ્થળોએ ૨૨૫ લોકોને વેકસીન અપાઇ : ડ્રાય રન (મોકડ્રીલ) યોજાઇ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા કોરોના વેકસીન અંગેની મોકડ્રીલ (ડ્રાય રન) આજે શહેરમાં વધુ ૯ સ્થળોએ શરૂ કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય શાખાની ૧૮ ટીમના ૯૦ કર્મચારીઓ દ્વારા ૨૨૫ લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેકસીન અંગેની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મોકડ્રીલ (ડ્રાય રન) દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ૧૮ ટીમ બનાવવામાં આવી છે જેમાં દરેક ટીમમાં ૫ કર્મચારીઓ સહીત કુલ ૯૦ કર્મચારીઓ દ્વારા જુદી જુદી જગ્યાએ એક સમાનરીતે કામગીરી કરવામાં આવી હતી. જેમાં નાયબ આરોગ્ય અધિકારી ડો. પી.પી.રાઠોડ, મેડીકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, UHC એમ.ઓ., કોવીડ એમ.ઓ., સ્ટાફ નર્સ, ડી.ઈ.ઓ. અને એમ.પી.એચ. ડબલ્યુ. હાજર રહ્યા હતા.

(4:05 pm IST)