Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

લક્ષ્મીનગરમાં વૃધ્ધા આલુબેન બગડા ભુલથી ઉંઘની વધુ દવા પી જતાં મોત

રાજકોટ તા. ૧૧: લક્ષ્મીનગર-૧માં રામાપીરના મંદિર પાસે રહેતાં આલુબેન નારૂભાઇ બગડા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધા બિમારીની દવા ચાલુ હોઇ તેને બદલે ઉંઘની વધુ દવા ભુલથી પી જતાં મોત નિપજ્યું હતું.

આલુબેનને તા.૮ના રોજ ભુલથી ઉંઘની દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સારવાર દરમિયાન ગત મોડી રાત્રે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. વી. વી. જાડેજાએ જાણ કરતાં માલવીયાનગર પોલીસ મથકના હેડકોન્સ. એ. જે. કાનગડે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં ચાર પુત્ર છે. પતિ નારૂભાઇ નિવૃત જીવન ગાળે છે. આલુબેનને બ્લડપ્રેશર, માનસિક બિમારી, હૃદય, કિડની સહિતની બિમારી હોઇ દવા ચાલુ હતી. ઉંઘ માટેની દવા પણ તે લેતાં હતાં. આઠમીએ ભુલથી વધુ દવા પી જતાં તબિયત બગડી હતી.

પુનિતનગરના કિરણભાઇનું બેભાન હાલતમાં મોત

બીજા બનાવમાં ગોંડલ રોડ પુનિતનગર-૪માં રહેતાં કિરણભાઇ મહેશભાઇ પેશાવરીયા (ઉ.વ.૪૨) નામના સુથાર યુવાન બિમાર હોઇ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. આર. એસ. સાંભરે જાણ કરતાં તાલુકાના એએસઆઇ ટી.આર. બુહાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક અપરિણીત હતાં. લાંબા સમયથી કિડનીની બિમારી હતી.

(12:50 pm IST)