Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ખોલીને બદલે બેરેકમાં રહેવું હોઇ

રાજકોટ જેલમાં હત્યાના ગુનાના કેદી કિશને વધુ પડતી દવા પી લીધી

વીસ દિવસ પહેલા સેનેટાઇઝર પી ગયો હતો

રાજકોટ તા. ૧૧: અહિની સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુનાના કેદી કિશન દિલીપભાઇ લોધા (ઉ.વ.૨૨)એ માનસિક બિમારીની દવા ચાલુ હોઇ તે વધુ પડતી પી લેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી.

હેડકોન્સ. વિમલેશભાઇ રાજપૂત અને રામજીભાઇ પટેલે નિવેદન નોંધતા તેણે કહ્યું હતું કે પોતાને જેલમાં ખોલીમાં રાખવામાં આવે છે. ત્યાંથી બેરેકમાં જવું હોઇ તેના કારણે વધુ દવા પી ગયો હતો. અગાઉ પણ આ શખ્સ સેનેટાઇઝર પી જતાં દાખલ કરવો પડ્યો હતો. માલવીયાનગરના હત્યાના ગુનાનો આ કેદી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

(12:52 pm IST)