Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

લાખોની કિંમતના ૩૫૭ કિલો ગાંજા સાથે પકડાયેલ આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ,તા.૧૧ : અત્રે રોજ એસ.ઓ.જી પોલીસ દ્વારા જંગલેશ્વર વીસ્તારમાં બાતમીના આધારે રેડ કરેલ અને આરોપીના કબ્જા, ભોગવટાવાળા મકાનમાંથી ૩૫૭ કિલો ગાંજો જેની કિંમત રા. ૨૧, ૪૫, ૪૮૨/- અંકે રૂપીયા એકવીસ લાખ પીસતાલીસહજાર ચારસો બ્યાંસીનો કબ્જે કરેલ અને આરોપી ઘનશ્યામગીરી જગદીશગીરી ગોસાઈની ધરપકડ કરેલ જેઓને જામીન પર છુટવા અરજી કરતા  ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, તા. ૧૩/૯/૧૮ ના રોજ એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે જંગલેશ્વર વીસ્તારમાં આવેલ એક મકાનમાં રેડ કરેલ અને ત્યાં મદીનાબેન ઉસ્માનભાઈ, ઉસ્માનભાઈ જુણેજા, અફસાનાબેન ઈલ્યાસભાઈ વીગેરેનાઓની ધરપકડ કરેલ અને તેઓના કબ્જા ભોગવટાવાળા મકાનમાંથી ૩૫૭ કિલો ગાંજો મળી આવેલ જેની તપાસ દરમ્યાન સદરહુ ગાંજો ગ્રનીલેન્ડ ચોકડી થી જંગલેશ્વર સુધી ગાડીમાં આરોપી ઘનશ્યામગીરી જગદીશગીરી ગોસાઈ એ પહોચાડવામાં મદદગારી કરેલ હોવાની હકિકત બહાર આવતા આરોપી ઘનશ્યામગીરી જગદીશગીરી ગોસાઈની ધરપકડ કરેલ .

ઉપરોકત આરોપી એ  સેશન્સ અદાલતમાં જામીન અરજી કરતા સદરહુ જામીન અરજી નામંજુર થયેલ ત્યારબાદ આરોપી એ  ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી રજુઆત કરેલ કે, આ કામના આરોપી ટેકસી ડ્રાઈવર છે અને ગ્રીનલેન્ડ ચોકડી થી ભાડુ બાંધીને સામાન ઉતારવા ગયેલ જે સામાન પેક કાર્ટુન હતા તેમાં શુ હતુ તેની કોઈ જાણકારી ન હતી, આરોપી માત્ર પેક કાર્ટુન પહોંચાડવા ગયેલ છે તે સીવાય સદરહુ ગુનામાં હાલના આરોપીની કોઈ સંડોવણી નથી, ઉપરોકત દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાઓ તેમજ  ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ઘ્યાનમાં રાખીને  ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તી  પંચોલી સાહેબે આરોપીને જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી ધનશ્યામગીરી જગદીશગીરી ગોસાઈ વતી અમદાવાદના એડવોકેટ આશીષભાઈ ડગલી તથા રાજકોટના એડવોકેટ પીયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધુળકોટીયા, વીજયભાઈ પટગીર, હર્ષીલભાઈ શાહ, વીજયભાઈ વ્યાસ, રાજેન્દ્રભાઈ જોશી રોકાયેલા હતા.

(2:49 pm IST)