Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સોશ્યલ મીડીયા પર ફરતી ખોટી અફવાઓથી દુર રહેવું : ઉદીત અગ્રવાલની અપીલ

રાજકોટ, તા., ૧૧: હાલ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, આવા સંકટ સમયે સૌએ સાથે મળીને મહામારીમાંથી બહાર આવવાના પ્રયત્નો કરવા અત્યંત આવશ્યક છે ત્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મુકાતી રહેતી જાતજાતની પોસ્ટ વગર વિચાર્યે ફોરવર્ડ કરી રહ્યા છે, જેનાથી નાગરિકોમાં ભય, ચિંતા અને અવઢવની સ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિતિને કારને નાગરિકો અને તંત્ર દ્વારા મહામારી સામે લડવા માટે થઇ રહેલા પ્રયાસો પર વિપરીત અસર પહોંચાડે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને દ્યરે દ્યરે ફરીને જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે  જેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે. સોશિયલ મીડિયા પરની અફવાથી દોરાઈને લોકો ભયભીત ના થાય અને ખરેખર સત્ય હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરે એ વાસ્તવમાં સમાજ સેવા કરી ગણાય. લોકો સોશિયલ મીડિયા પરની અનાધિકૃત માહિતીથી ચેતે અને સમાજમાં ભયની લાગણી ના પ્રસરે તેની તકેદારી રાખે એમાં જ સૌનું ભલું છે, તેમ મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

(3:37 pm IST)