Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

બાબુ લાઇમ તેની પ્રોડકટસ સાથે N-95 માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરશે

બાબુ ચુનાના નક્કી કરેલ ઉત્પાદનો પર માન્ય સંસ્થાઓના માર્ગદર્શન મુજબ તેયાર કરવામાં આવેલા N-95 માસ્કનું વેપારીઓ અને ગ્રાહકોને પણ વિનામુલ્યે અપાશે.

રાજકોટઃ ૭ , પાન મસાલાનાં શોખીનો માટે ચુનાના પાઉચનું ઉત્પાદન કરતાં બાબુ લાઈમ પ્રા.લી. દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સમાજને કંઈક ઉપયોગી થવાની ભાવનાથી  તેમજ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા થતાં પ્રયાસોમાં સહભાગી થવા માટે  કંપનીના નક્કી કરેલ પ્રોડકટ પર સારી કવોેલીટીનાં N-95 માસ્ક વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી સ્તુત્ય નિર્ણય લેવામાં આવ્યો છે.

 રાજકોટ નજીક નવાગામમાં બાબુ લાઈમ પ્રા.લી. એ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે,  કોરોનાથી રક્ષણ મેળવવા માસ્કનાં ઉપયોગને ફરજીયાત કરવામાં આવ્યું છે. બજારમાં વિવિધ પ્રકારના માસ્ક મળી રહ્યા છે. તેમાં N-95 માસ્ક વધુ કારગત નીવડી રહ્યા છે.

 આ બાબતને ધ્યાનમાં રાખીને બાબુ લાઈમ પ્રા.લી. દ્રારા એફડીએ, સીઈ અને આઈએસએઓ જેવી સંસ્થાઓની માર્ગદર્શિકા મુજબ પાંચ લેયરનાં માસ્ક વિનામૂલ્યે તેની પ્રોડકટ સાથે આપશે.

 આ પ્રકારના માસ્કની કિંમત રૂ.૪૦ થી ૧૦૦ જેટલી થાય છે. બાબુ લાઈમ પ્રા.લી. દ્વારા બાબુ મિડીયમ પાર્સલ, બાબુ ઘાટા પાર્સલ તથા જય સરદાર પાર્સલના એક થેલાની ખરીદી પર ૨૦  નંગ N-95 માસ્ક વિનામૂલ્યે આપવામાં આવશે. જો કોઈ ગ્રાહક એક પેકેટની ખરીદી કરે તો પણ તેને એક નંગ N-95 માસ્ક વિનામૂલ્યે મળી શકશે. બાબુ ચુનાની ખરીદી કરતાં જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ અને છૂટક વસ્તુઓ ખરીદી કરી જાતે જ પાન, ફાંકી, માવો બનાવતા લોકોને પણ આ માસ્ક વિનામૂલ્યે મળશે. (૪૦.૯)

 ૩૦ રૂ.ના પેકેટસ ઉપર પણ મળશે N-95 માસ્ક ફ્રી

બાબુ લાઈમએ આપેલ માહિતી મુજબ, સામાન્ય રીતે N-95 માસ્ક બજારમાં ૪૦ રૂપિયાથી ૧૦૦ રૂપિયા જેટલી કિંમતના મળે છે. પણ, બાબુ લાઈમએ નક્કી કરેલ પ્રોડકટસની ૩૦ રૂપિયાનાં પેકેટસની ખરીદી ઉપર પણ વેપારીઓ, ગ્રાહકો આ માસ્ક મેળવી શકશે. આ યોજના ગુજરાત સહિત દેશભરમાં જયાં બાબુ પ્રોડ્કટસનાં ઉત્પાદનનું વેચાણ થાય છે તે તમામ રાજયોમાં પણ લાગુ કરવામાં આવશે.

(4:01 pm IST)