Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ગુજસીકોટ કાયદાના કેસમાં એડવોકેટ સહિત ત્રણની જામીન અરજીનો આજે ચુકાદો અપાશે

રાજકોટ, તા. ૧૧ :  જામનગરના ચકચારી ગુજસીકોટ કાયદા હેઠળ પકડાયેલા એડવોકેટ વસંતરાય લીલાધર મહેતા, જીગર આડતીયા અને પ્રફુલ પોપટ દ્વારા કરવામાં આવેલ જામીન અરજીનો રાજકોટની ખાસ અદાલત દ્વારા આજે ચુકાદો અપાઇ તેવી સંભાવના છે.

આ અંગેની વિગત એવી છે કે, જામનગરના વેપારીઓ, બિલ્ડરો વિગેરેની કિંમતી જામીન પચાવી પાડવા અંગે નામચીન જયેશ પટેલ ગેંગ વિરૂધ્ધ ગુજસી કોટના કાયદા હેઠળ જુદા જુદા ફરીયાદો નોંધાયેલ છે.

આ ફરીયાદો પેઢીની ચાર ફરીયાદોમાં જે જમીન બળજબરીથી પડાવી લેવાનો આરોપ છે. તે જમીનો અંગે એડવોકેટ માનસાતાએ ઇલીગલી જાહેર નોટીસો છપાવી અને કાયદાની વિરૂધ્ધ જઇને કાર્યવાહી કર્યાનો પોલીસે આક્ષેપ કર્યો હતો.

આ બનાવમાં પોલીસે એડવોકેટ માનસાતાની ધરપકડ કરીને જેલ હવાલે કરેલ હોય વકીલ સહિત ઉપરોકત ત્રણેય આરોપીઓ દ્વારા રાજકોટની સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.

આ જમીન અરજીની સુનાવણી થતા બંને પક્ષો દ્વારા કાયદા વિષયક રજુઆતો તેમજ જમીન મંજુર કરવા અને સરકારપક્ષે જામીન રદ કરવાની દલીલો કરવામાં આવી હતી.

આ કામમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. સંજયભાઇ વોરા તથા બચાવપક્ષે એડવોકેટ કમલેશ શાહ, જીજ્ઞેશ શાહ વિગેરે રોકાયા હતા.

(3:11 pm IST)